લાંચની 8 લાખની ફરિયાદમાંથી ખુલ્યો કાળો કારોબાર! પંજાબના DIG ભુલ્લરના ઘરમાંથી 5 કરોડ રોકડા, કાર, સોનું અને હથિયારો જપ્ત
પંજાબ પોલીસના તાકાતવર અને ડ્રગ વિરોધી અભિયાનના ચહેરા ગણાતા DIG હર્ચરણ સિંહ ભુલ્લર સામે ₹8,00,000 ની લાંચ ની માગણી ના કેસમાં સીબીઆઈ એ પાડેલા દરોડામાં પાંચ કરોડ રૂપિયા રોકડા સહિત કરોડોની કિંમતની બેનામી સંપત્તિ પકડાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિગત એવી છે કે 2009 બેચના આ IPS અધિકારી સામે ફતેહગઢ સાહિબના સ્ક્રેપ વેપારી આકાશ બટ્ટાએતેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 8,00,000 રૂપિયાની લાંચની માંગણી કરી હોવાની લેખિત ફરિયાદ નોંધાવી હતી લેખિત ફરિયાદ નોંધાવી હતી.
CBIએ ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી અને ચંડીગઢના સેક્ટર 21માં ટ્રેપ ગોઠવી મધ્યસ્થી કૃષ્ણાને લાંચ લેતા ઝડપ્યો. પૈસા સ્વીકાર્યા બાદ ભુલ્લરને કરાયેલા કોલમાં તેણે રકમ મળ્યાની પુષ્ટિ આપી હતી. આ કૉલ પછી જ CBI ટીમ મોહાલીની કચેરીમાં પહોંચી અને DIGને સત્તાવાર રીતે ધરપકડ કરી.
તે પછી સીબીઆઇએ ડીઆઈજીના રૂપનગર, મોહાલી અને ચંડીગઢના મકાનો અને Farm House જેવી હાઈ-એન્ડ પ્રોપર્ટીઝ પર એકસાથે દરોડા પાડ્યા હતા. તેમાં અહીંથી લગભગ 5 કરોડ રૂપિયા રોકડા, 1.5 કિગ્રા સોનું અને જવેલરી, મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારોની ચાવીઓ, 22 પ્રીમિયમ બ્રાન્ડ ઘડિયાળ, અચલ સંપત્તિના મુલ્યવાન દસ્તાવેજો, 40 લીટર વિદેશી દારૂ, તેમજ ડબલ બેરલ ગન, રિવોલ્વર, પિસ્તોલ અને એરગન સહિત હથિયારો અને ગોળા-બારુદ મળી આવ્યા હતા.
મધ્યસ્થી કૃષ્ણાના ઘરેથી પણ વધારાના 21 લાખ રૂપિયા જપ્ત થયા હતા. CBI અધિકારીઓએ જણાવ્યું છે કે આ સંપત્તિ ભુલ્લરના કાયદેસર આવક સ્ત્રોતથી મેળ ન ખાય તેવો પ્રાથમિક તારણ છે અને હવે મની લૉન્ડરિંગના લિંક્સ પણ સ્કેન હેઠળ છે.
ભુલ્લરની ધરપકડ અને જપ્તી બાદ પંજાબ પોલીસમાં સન્નાટો આપી ગયો છે. ભુલ્લર તેમનું ઈમેજ ‘ડ્રગ્સ વિરુદ્ધ કડક અધિકારી’ તરીકે ઉભું કર્યું હતું, પરંતુ સત્તાના આ આવરણ હેઠળ કરોડોમાં કાળો ધંધો ચાલી રહ્યો હતો કે કેમ તે તપાસનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે. બંને આરોપીઓને શુક્રવારે અદાલતમાં રજુ કરવામાં આવશે.
આ પણ વાંચો : આને કહેવાય પાક્કા ગુજરાતી : ભેગા મળીને 186 લક્ઝરી કાર ખરીદી અને 21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યુ, વાંચો મજેદાર સ્ટોરી
અનેક મહત્વની જવાબદારીઓ સાંભળી રહ્યા હતા
2009માં IPS કેડરમાં જોડાયેલા હર્ચરણ સિંહ ભુલ્લરે પંજાબના અનેક મહત્વના જિલ્લાઓમાં SSP તરીકે કમાન સંભાળી હતી. મોહાલી, સંગ્રૂર, ખન્ના, હોશિયારપુર, ફતેહગઢ સાહિબ અને ગુરદાસપુરમાં તેમણે ફરજો બજાવી હતી.ત્યારબાદ તેઓ પટીયાલા અને રૂપનગર રેન્જના DIG બન્યા અને Vigilance Bureauમાં Joint Director તરીકે પણ ફરજ સંભાળી હતી.2021માં શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયા વિરુદ્ધના ડ્રગ કેસમાં SITનું નેતૃત્વ કરીને ચર્ચામાં આવ્યા હતા. પંજાબ સરકારની એન્ટી-ડ્રગ અભિયાન માં તેમને ફિલ્ડ એક્શનના મુખ્ય ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા પરંતુ હવે તે જ અધિકારીની રહેણીમાંથી કાળુ રાજ્ય બહાર આવ્યું છે.
