નવાં વર્ષે મહેમાનોનું સ્વાગત છપ્પનભોગ જેવા મુખવાસથી: જામનગરી અને કલકત્તી મુખવાસ લોકોની પહેલી પસંદ
નૂતન વર્ષ હોય અને મહેમાનોનો આવકાર ખારા અને મીઠાં મુખવાસથી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.મુખવાસ એટલે જમ્યા પછી ચવાય છે.જ્યારે નવા વર્ષે સ્વજનો કે મહેમાનો ઘરે આવે એટલે સૌ પ્રથમ મુખવાસ આપવામાં આવે છે.તહેવાર દરમિયાન અલગ અલગ ફ્લેવરનાં મુખવાસ બોક્સમાં જોવા મળે છે.રાજકોટમાં એક…બે…ત્રણ..ચાર નહિ પણ 100થી વધુ ફ્લેવરનાં મુખવાસ મળે છે.આ વખતે ધોકો છે એ દિવસે તો હજારો કિલો મુખવાસ વેચાય જશે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર વધુ 9 ફલાઇટનાં સ્લોટને મંજૂરી: એરઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લોર ફલાઇટ ટેકઓફ થશે
એ પહેલાં પણ અગાઉથી મુખવાસની ખરીદી માટે લોકોનાં ટોળાં જોવા મળે છે.અહીં જામનગરી મુખવાસ લોકોની પહેલી પસંદ છે.હવે તો સાદો,ખારો, તીખો,મીઠો,ચટપટો મુખવાસની અનેક વેરાયટીઓ આવે છે.જેમાં ધાણાદાર,તલ અને વરિયાળી સાથે મિક્સ મુખવાસ,કલક્ત્તી,બનારસી, પાન,રજવાડી,ઇન્દોરી,શાહી મુખવાસ સહિત ગોટલી,આમળા,રોસ્ટેડ મુખવાસ, કેરી ગોટલી મિક્સ,જીરા ગોળી,અલગ અલગ પ્રકારમાં ફ્લેવરવાળી સોપારી,ચોકલેટ મુખવાસ અને હવે તો આયુર્વેદિક મુખવાસ જેમાં અળસી અને વિવિધ સિડ્સ સાથે બનેલો હોય છે.
આ પણ વાંચો : દાદાના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબોઃ રાજકોટ શહેરની બાદબાકી, મળ્યો ઠેંગો! જાણો રાજકોટને શું નડી ગયું ?
નવા વર્ષની ઉજવણીમાં છપ્પન પકવાનની જેમ 56થી વધુ ફ્લેવરવાળા મુખવાસ મહેમાનોને આપવામાં આવે છે.રાજકોટમાં દુકાનો ઉપરાંત રોડ પર સ્ટોલ નાંખીને મુખવાસ વેચાતો હોય છે.તહેવારોમાં ગમે એટલી મોંઘવારી લોકોને નડે પણ મુખવાસ મન મુકીને ખરીદે છે.
