રાજકોટ એરપોર્ટ પર વધુ 9 ફલાઇટનાં સ્લોટને મંજૂરી: એરઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લોર ફલાઇટ ટેકઓફ થશે
રાજકોટ એરપોર્ટ પરનો વિન્ટર શેડયુઅલ જાહેર થયો છે જેમાં ડી જી.સી.એ. એ રાજકોટથી 19 ફલાઇટની ઉડાન માટે મંજૂરી આપી છે.26 ઓક્ટોબરથી નવું સમયપત્રક અમલમાં આવશે.આ શેડયુઅલ 28 માર્ચ સુધીનો છે.
હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી ડેઇલી 12 જેટલી ફલાઇટ ઉડાન ભરે છે. જેમાં નવા આવેલા શેડયુઅલમાં વધુ 9 ફલાઇટનાં સ્લોટ ફાળવવામાં આવ્યા છે.જે મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી બેંગ્લોરની ફલાઇટ સહિત એરઇન્ડિયા અને ઇન્ડિગોની દિલ્હી માટેની ફલાઇટ શરૂ થવા જઈ રહી છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસએ બેંગ્લોર માટે સવારે 7.25નો સ્લોટ લીધો છે.IX 9008 એ 320 એરક્રાફટ બેંગ્લોરથી રાજકોટ સવારે 7.25 વાગે લેન્ડ થશે અને IX 9009 રાજકોટથી 7.55 મિનિટ ટેક ઓફ થશે.આ ઉપરાંત ઇન્ડિગોનું 6E 6557 એરક્રાફ્ટ દિલ્હીથી રાજકોટ સવારે 7.35 મિનિટ આવી દિલ્હી માટે સવારે 8.05 મિનિટ રવાના થશે.જ્યારે એરઇન્ડિયાની દિલ્હીની ફલાઇટ AI 885 સવારે 9.25 એ આવી 10.10 મિનિટ ટેકઓફ થશે.સવારે બે કલાકનાં અંતરે દિલ્હી માટેની ફલાઈટની સુવિધા મળશે.
આ પણ વાંચો : દાદાના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબોઃ રાજકોટ શહેરની બાદબાકી, મળ્યો ઠેંગો! જાણો રાજકોટને શું નડી ગયું ?
ઇન્ડિગોની નવી ફલાઇટ સાથે કુલ 9 સેકટર જેમાં દિલ્હી,મુંબઈ,પુણે,બેંગ્લોર, હૈદરાબાદ,ગોવાનો સમાવેશ છે.જ્યારે એરઇન્ડિયાની 2 દિલ્હી અને 2 મુંબઈ ડેઇલી ઉડાન ભરશે.જ્યારે સુરત માટે વેન્ચયુરા નિયમિત ઉડાન ભરે છે.
