રાજકોટ શહેરના કોઠારીયા રોડ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં 31 વર્ષીય પરણિતાએ પતિ અને માવતર સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકનો 4 વર્ષનો પુત્ર રમતો રમતો રૂમમાં જતા માતાને લટકતી જોઈ ડરી ગયો હતો અને બનાવ અંગે પાડોશીને જાણ કરી હતી. ત્યારે પરિણીતાના આપઘાત મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતી કોમલબેન કિશનભાઈ ખૂંટ (ઉ.વ.31) નામની પરણિતાએ મંગળવારે સાંજે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
પરિણીતાનો 4 વર્ષનો પુત્ર કિયાન બહારથી રમીને ઘરમાં આવતા રૂમમાં માતાને લટકતી જોઈને દેકારો કરી મૂક્યો હતો. બાળકનો અવાજ આવતા જ પડોશીઓ દોડી આવીને બનાવ અંગે તેણીના પતિને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા 108નો સ્ટાફ દોડી આવ્યો અને હાજર તબીબે પરિણીતાને મૃત જાહેર કરતા ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં જાહેરમાં ગાળો બોલતાં શખ્સોને ટપારતા 3 પાડોશીને છરી ઝીંકી : એકની હાલત ગંભીર
પોલીસની પ્રાથમિક તપાસમાં મળ્યું હતું કે, મૃતક કોમલબેને આ પગલું ભરતાં પૂર્વે ગોંડલના ધુડેશીયા ગામે રહેતા માવતર સાથે તેમજ કામે ગયેલા પતિ કિશનભાઈ સાથે વિડીયો કોલમાં વાત કરી હતી. દરમિયાન તેણીએ કુટુંબમાં નજીકના સમયમાં જ એક લગ્ન હોય જેની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો :તહેવારો ટાણે ‘સોનુ’ દરરોજ રૂ.1000 વધ્યું: 10 મહિનામાં 10 ગ્રામએ 55,000નું રિટર્ન, ધનતેરસે લગ્નગાળાની ખરીદી નીકળે તેવી આશા
જો કે પરણિતાએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે હાલ પરિવારના સભ્યોને જાણ ન હોય જેથી મોતનું સચોટ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 4 વર્ષનો બાળક માતા વિહોણો બનતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
