રિયલ લાઈફ રેન્ચો! ચાલતી ટ્રેનમાં મહિલાને થયો પ્રસૂતિનો દુખાવો, યુવકે ‘3 Idiots’ સ્ટાઇલમાં કરાવી ડિલિવરી, જુઓ વિડીયો
ફિલ્મ થ્રી ઈડિયટ્સનો ડિલેવરી સીન આપણે સૌને યાદ છે. કેવી રીતે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આવી જ એક ઘટના હકીકતમાં સામે આવી છે. જેમાં ટ્રેનમાં એક મહિલાને પ્રસુતિનો દુખાવો શરૂ થતાં સમયે ત્યાં ઉભેલા એક સામાન્ય વ્યક્તિએ સાહસ બતાવી ડોક્ટરને કોલ કર્યો અને બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં મદદ કરી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના મુંબઈના રામ મંદિર રેલ્વે સ્ટેશનની છે જય ફિલ્મ થ્રી ઈડિયટ્સ જેવી ઘટના બની હતી. મોડી રાત્રે થયેલા એક યુવકની કામગીરીની ઓનલાઈન ખૂબ પ્રશંસા થઈ રહી છે. મુસાફરી દરમિયાન એક મહિલાને અચાનક પ્રસૂતિની તકલીફ થયા પછી એક પુરુષે ટ્રેન પ્લેટફોર્મ પર બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી.
માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો
આ ઘટના લગભગ 1 વાગ્યાની આસપાસ બની. એક મુસાફરે એક મહિલાને ભારે પીડા થતી જોઈ અને તરત જ ટ્રેનની ઈમરજન્સી ચેઈન ખેંચીને તેને રોકી. પ્રત્યક્ષદર્શી મનજીત ધિલ્લોનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, તે વ્યક્તિના ઝડપી પગલાથી તે રાત્રે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો.
રિયલ લાઈફ રેન્ચો!ડોક્ટરે વીડિયો કોલ દ્વારા માર્ગદર્શન આપ્યું
“જ્યારે લોકો મદદ કરવા દોડી આવ્યા, ત્યારે પુરુષે મહિલાને ડિલિવર કરવામાં મદદ કરી. એક ડોક્ટરે તેને વીડિયો કોલ દ્વારા માર્ગદર્શન આપ્યું. ઓનલાઈન શેર કરાયેલા એક વીડિયોમાં, પુરુષે કહ્યું, ‘હું પહેલી વાર આ કરી રહ્યો છું. હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ વીડિયો કોલ પર રહેલી મહિલાએ મને મદદ કરી.’
આ પણ વાંચો :આજથી ‘દિવાળી કાર્નિવલ’ના રંગે રંગાશે રાજકોટ : 5 દિવસ શહેરીજનોને ‘જલ્સો’ કરાવશે મનપા,રેસકોર્સ રિંગરોડને નવોઢા જેવો શણગાર
સાક્ષી મનજીત ઢિલ્લોને ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું, “તે ક્ષણે, એવું લાગ્યું કે જાણે ભગવાને પોતે આ ભાઈને ત્યાં મોકલ્યો હોય.” મહિલાનું બાળક અડધું બહાર હતું અને અડધું હજુ અંદર હતું. આ મુશ્કેલ ક્ષણમાં, તે પુરુષે, વિચાર્યા વિના, ટ્રેન રોકી અને મહિલાની મદદ માટે દોડી ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેના હૃદયમાં એકમાત્ર વસ્તુ તેનો જીવ બચાવવાની હતી.
આ પણ વાંચો :PM મોદીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારને શોધવા રાજકોટ પોલીસ ધંધે લાગી : રાત્રિના સમયે કારસ્તાન કરાયાનું આવ્યું સામે
શું અનુભવ વિના બાળકને જન્મ આપવો શક્ય હતો?
વીડિયોમાં, તે માણસ કહેતો સંભળાય છે કે, “આ મારા જીવનમાં પહેલી વાર થયું છે… હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ મેડમે મને વીડિયો કોલ દ્વારા મદદ કરી.” હકીકતમાં, ઘટનાસ્થળે હાજર લોકોએ ઘણા ડોકટરોને ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગી રહ્યો હતો. અંતે, એક મહિલા ડોકટરે વીડિયો કોલ દ્વારા આખી પ્રક્રિયા સમજાવી, અને તે માણસે તેના નિર્દેશો અનુસાર ડિલિવરી કરી.
