હવે બેન્કો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની ના પાડી શકશે નહીં! આ તારીખથી લાગુ થશે RBIના નિયમ
કોઈ બેન્ક હવે ગ્રાહકોને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં ઈન્કાર કરી શકશે નહીં. રીઝર્વ બેન્ક દ્વારા આ સંબંધે એક મુસદ્દો જાહેર કરી દીધો છે. જેમાં બેન્કોમાં બેઝીક બચત ખાતા રાખનારાઓને અનેક રાહતો આપવામાં આવી છે. ઝીરો બેલેન્સ એકાઉન્ટ વાળા જનધન ખાતા ધારકો સહિત બેઝીક સેવિંગ બેંક ડિપોઝીટ ખાતા ધારક ડિજીટલ બેન્કિંગ સુવિધાના લાભ હવે ફ્રી માં લઈ શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત રેગ્યુલર બેન્ક સેવિંગ એકાઉન્ટ પર મળતી હતી. નવા નિયમ 2026ના 31 માર્ચથી લાગુ થઈ જશે. રિઝર્વ બેન્કે પ્રસ્તાવ જાહેર કરીને કેટલીક સુચનાઓ આપી છે જેના પગલે બેન્કોએ શુન્ય બેલેન્સ ખાતાઓ માટે સ્પષ્ટ શરતો, સેવાઓની સીમા અને ફી સાથે જોડાયેલી પારદર્શી તા નક્કી કરવાની રહેશે.
બીએસબીડી ખાતા શું છે?
બેઝીક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ બેન્ક એકાઉન્ટ બેન્કમાં ખોલાવામાં આવતા સૌથી પ્રાથમિક ખાતા છે. જેનાથી ખાતા ધારકોને જરૂરી બેન્કિંગ સેવાઓ કોઈપણ ડ્યુટી વગર મળી શકે છે. આ ખાતા ધારકોને બેન્કો ફ્રી માં એટીએમ કાર્ડ પણ ઇસ્યુ કરે છે. અને તેના માટે કેવાયસી માપદંડ પણ ઘણા સરળ હોય છે.
આ પણ વાંચો :મહાભારત સીરીયલમાં કર્ણની દમદાર ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન: 68 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હાર્યા
જો કે, બીએસબીડી ખાતા ધારક એજ બેન્કમાં કોઈ અન્ય સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ખોલી શકે નહીં. જે ગ્રાહક પાસે બેન્કમાં કોઈ અન્ય બચત ખાતા હોય તો તેને 30 દિવસની અંદર બંધ કરવા પડે. આ બધા લાભ ઓછી આવક વાળા દેશના વર્ગને તેમજ ગ્રામીણ ગ્રાહકોને મળશે.
આ પણ વાંચો :હવે ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકાશે : રિઝર્વ બેન્કે લોન્ચ કર્યો ડિજિટલ રૂપિયો,ગ્રામીણ વિસ્તારોને પણ લાભ મળશે
બેન્કોએ રૂપિયા 2175 કરોડની વસૂલાત કરી લીધી
આ બાબતમાં એવા અહેવાલો પણ બહાર આવ્યા છે કે, બેન્ક ખાતામાં મીનીમમ બેલેન્સ નહીં રાખવા બદલ 2024-25માં સરકારી બેન્કોએ દંડ તરીકે રૂા.2175 કરોડની વસુલાત કરી લીધી છે. પાછલા પાંચ વર્ષમાં રૂા. 8933 કરોડ વસુલી લીધા છે. હજુ તો પ્રાઇવેટ બેન્કોના ડેટા ઉપલબ્ધ નથી પણ એમ મનાય છે કે, તેની રકમ | પણ કરોડો રૂપિયામાં હોઇ શકે છે.
