હવે ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકાશે : રિઝર્વ બેન્કે લોન્ચ કર્યો ડિજિટલ રૂપિયો,ગ્રામીણ વિસ્તારોને પણ લાભ મળશે
રિઝર્વ બેંકએ મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં ક્રાંતિકારી ઑફલાઇન ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો. આ નવીન સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણની મુખ્ય વિશેષતા એ છે કે વપરાશકર્તાઓ હવે ઇન્ટરનેટ અથવા મોબાઇલ નેટવર્ક વિના પણ ડિજિટલ ચુકવણી કરી શકશે. આને સરળતાથી રોકડની જેમ ખર્ચી શકાય છે, જેમાં ફક્ત કયુઆર કોડ સ્કેન કરીને અથવા ટેપ કરીને વ્યવહાર પૂર્ણ કરી શકાય છે. આ સુવિધા ગ્રામીણ અને દૂરના વિસ્તારોના લોકોને સૌથી વધુ લાભ આપશે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી એક પડકાર છે. દેશભરની SBI, ICICI, HDFC બેંક સહિતની 14 થી વધુ બેંકો આ ડિજિટલ વૉલેટ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.
ડિજિટલ રૂપિયો, જેને ઇ રૂપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય રૂપિયાનું ડિજિટલ સંસ્કરણ છે અને ભારતનું સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ છે. આરબીઆઇ દ્વારા લોન્ચ કરવામાં આવેલો ઑફલાઇન ડિજિટલ રૂપિયો નાણાકીય વ્યવહારોની દુનિયામાં એક મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો :રાજકોટના દિવાનપરામાં આગ લાગવાનો મામલો: આગ લાગી ત્યારે કારીગરે કપડાં પહેરવામાં વાર લગાડતાં જિંદગી ગુમાવવી પડી!
આ રૂપિયાને વપરાશકર્તાઓ પોતાના ડિજિટલ વૉલેટમાં રોકડની જેમ સ્ટોર કરી શકે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેના ઉપયોગ માટે ઇન્ટરનેટ એક્સેસ હોવું જરૂરી નથી. આ સુવિધા ટેલિકોમ કંપનીઓ અને એનએફસી આધારિત ચુકવણી પદ્ધતિઓ દ્વારા શક્ય બનશે. આનો અર્થ એ થયો કે ચુકવણી કરવા માટે ફક્ત કયુઆર કોડ સ્કેન કરવો અથવા ડિવાઇસને ટેપ કરવું પૂરતું છે, જેમ રોકડ વ્યવહારમાં થાય છે.
આ પણ વાંચો :502 દિવસ બાદ એમ.ડી.સાગઠિયા જેલમુક્ત : જેલવાસ બાદ પહેલી દિવાળી પરિવાર સાથે ઉજવશે
વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ પ્લે સ્ટોર પરથી સંબંધિત એપ્લિકેશનો ડાઉનલોડ કરી, નોંધણી કરાવીને કોઈપણ વ્યક્તિ કે વ્યવસાયને સરળતાથી ચુકવણી કરી શકે છે. આ સિસ્ટમમાં દરેક વ્યવહાર માટે બેંક ખાતાની સતત ઍક્સેસ હોવાની જરૂર નથી, જે વ્યવહારની ગતિ અને સરળતામાં વધારો કરે છે.
