Ranji Trophy : રાજકોટમાં આજે કરુણ નાયર, જયદેવ ઉનડકટ, મયંક અગ્રવાલ સહિતની ટક્કર, સૌરાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો
આજે બુધવારથી રણજી ટ્રોફી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે જે અંતર્ગત આજે સૌરાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે સવારે 9:30 વાગ્યાથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર મુકાબલો શરૂ થયો છે. કર્ણાટકે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મેચમાં કર્ણાટક વતી કરુણ નાયર, મયંક અગ્રવાલ સહિતના મજબૂત બેટરો મેદાને ઉતરશે તો સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા સહિતના ખેલાડીઓ પણ એક્શનમાં જોવા મળશે.
કર્ણાટક ટીમની વાત કરવામાં આવે તો તેમાં મયંક, કરુણ ઉપરાંત શ્રેયસ ગોપાલ, વિજયકુમાર વયસ્ક સહિતના ખેલાડીઓ છે જેમને આઈપીએલ સહિતની ટૂર્નામેન્ટ રમવાનો અનુભવ છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર પાસે જયદેવ ઉનડકટ કે જે તાજેતરમાં જ કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને પરત ફર્યો છે તે ઉપલબ્ધ છે. ટીમને ચેતેશ્વર પુજારાની ખોટ સાલશે જેણે થોડા સમય પહેલાં જ નિવૃત્તિ જાહેર કરી હતી.
આ પણ વાંચો :હાઇવે પર ગંદા શૌચાલયનો ફોટો શેર કરવા બદલ તમને મળશે રૂ.1 હજારનું ઈમાન! NHAIની નવી પહેલ,વાંચો સમગ્ર માહિતી
ટીમ સૌરાષ્ટ્ર
જયદેવ ઉનડકટ (કેપ્ટન), હાર્વિક દેસાઈ, ચિરાગ જાની, અર્પિત વસાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, ચેતન સાકરિયા, પાર્થ ભૂત, તરંગ ગોહેલ, કેવિન જીવરાજાની, હેત્વીક કોટક, જય ગોહિલ, અંશ ગોસાઈ, સમર ગજ્જર, યુવરાજસિંહ ડોડિયા, અંકુર પંવાર
ટીમ કર્ણાટક
મયંક અગ્રવાલ (કેપ્ટન), કરુણ નાયર, શ્રેયસ ગોપાલ, વિજયકુમાર વયસ્ક, ક્રિષ્નન શ્રીજીથ, અભિનવ મનોહર, નિકેન જોશ, એમ.વેંકટેશ, વિદ્વથ કેવરપ્પા, કૃથિક ક્રિષ્ના, અભિલાષ શેટ્ટી, સમરન રવિચંદ્રન, અનિશ કે.વી., મોહસીન ખાન, શીખર શેટ્ટી
