એક શિક્ષક 7 બહેનો સાથે મળીને બેન્ક લૂંટશે! દિવાળીએ રિલીઝ થશે ‘ચણિયાટોળી,હટકે અંદાજમાં જોવા મળશે યશ સોની
એક શિક્ષક અને ગામની 7 બહેનો સાથે મળીને બેન્ક લૂંટે છે..!! સાંભળીને આશ્ર્ચર્ય લાગે ને…પણ હા,દિવાળીએ દર્શકોને મનોરંજન કરાવવા 21મીએ રિલીઝ થઈ રહી છે યશ સોનીનાં ધમાકેદાર અભિનય સાથે “ચણીયાટોળી”.”વોઇસ ઓફ ડે” નાં મહેમાન બનેલાં ફિલ્મ કલાકાર યશ સોનીએ કહ્યું હતું કે,અત્યારે ગુજરાતી ફિલ્મોનો સૂરજ ઉગ્યો છે.વર્ષ દરમિયાન અનેક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે જેમાંથી ઘણી ફિલ્મો સુપરહિટ થવા સાથે 100 કરોડથી વધુનું કલેક્શન પણ થયું છે.જેમાં ટોપ 5 માં રાજકોટ નો સમાવેશ થયો છે.જેના માટે રાજકોટવાસીઓનો આભાર માનતા કહ્યું કે,ચણિયાટોળી ને પણ રાજકોટનાં લોકો વધાવશે તેવી આશા છે.

ચણિયા ટોળી’ -દિવાળીના તહેવારમાં દર્શકો માટે મેગા ફેમિલી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ છે.આ દિવાળીએ ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક જબરદસ્ત મનોરંજક ભેટ આવી રહી છે: આનંદ પંડિત મોશન પિક્ચર્સ બને જેનૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘યણિયા ટોળી ના મની ગુજરાતી ફિલ્મ 21 ઓક્ટોબર. 2025 ના રોજ દેશ-વિદેશમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ એટલે મનોરંજનની રોલર કોસ્ટર રાઈડ -જેમાં હાસ્ય રહસ્ય અને રોમાંચનો તગડો ડોઝ છે!

ફિલ્મની વાર્તા સાંભળીને તમે વિચારમાં પડી જશો. વાર્તાના હીરો છે યશ શોની જે એક દમદાર શિક્ષક બને છે. હવે આ ગુરુજી ગામની સાત મહિલાઓને શિષ્યા બનાવે છે અને પછી જે પાઠ ભણાવે છે તે સાંભળીને તમે દંગ રહી જશો. ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવા માટે સીધી બેંક લૂંટવાની! આ ફિલ્મમાં ભરપૂર મસાલો છે. ટૂંકમાં દરેક સીન તમને હસાવશે. વિચારવા મજબૂર કરશે અને છેલ્લે એક સરસ સામાજિક મેસેજ પણ આપશે.
આ ફિલ્મમાં મુખ્ય પાત્ર
યશ સોની નવીન વિચારધારા વાળા ગુરુજી, જે સ્ત્રી શક્તિને બેંક લૂંટવા માટે તૈયાર કરે છે.રાગી જાની શાંત દેખાતા, પણ અંદરથી અદમ્ય હિંમત છુપાવતા આધેડ: મહિલાઓના દમનું પ્રતિનિધિત્વ કરે છે.ચેતન દૈયા: ભ્રષ્ટ નેતાની ભૂમિકામાં જે હીરોઈનોના રસ્તામાં મોટા વિલન બનીને ઊભા છે.આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘ચણિયા ટોળી- ગુજરાતી સિનેમામાં શુદ્ધ પારિવારિક મનોરંજન આપે છે. જેમાં પરિવારના દરેક ઉંમરના સભ્યો સાથે સિનેમાઘરમાં જઈને ફિલ્મનો આનંદ માણી શકશે. શુદ્ધ મનોરંજન, સાંસ્કૃતિક મૂલ્યો, અને યુવા ઉર્જા સાથે ગુજરાતી સિનેમાને નવી ઓળખ આપી.
આ પણ વાંચો :મંત્રી બાબરિયાએ રાજકોટ એઈમ્સના વખાણ કર્યા, વકીલે ટોણો માર્યો, બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, શરૂ કરાવો!
આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનૉક ફિલ્મ્સ, આ બંને પ્રોડક્શન હાઉસે ગુજરાતી ફિલ્મને ગૌરવભેર ઉભું રાખ્યું છે.નિર્માતા આનંદ પંડિત કહે છે કે આ ફિલ્મ માત્ર સિનેમા નહીં પણ એક. ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ ચુવાનો તથા પરિવાર- બન્ને વર્ગના દર્શકોને ગમશે. મૂળે અમારી ફિલ્મ પારિવારીક છે.- જ્યારે નિર્માતા વૈશલ શાહ કહે છે કે “આ ફિલ્મ ગુજરાતી સિનેમાનો બદલા તો ચહેરો છે. પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ જે દરેકને “ચણિયા ટોળીની વાર્તા સાથે જોડે છે”ડિરેક્ટર પાર્થ ત્રિવેદી ફિલ્મ વિષે વાત કરતા કહે છે કે અમારી ટીમની મહેનત અને લાગણી દરેક સીનમાં દેખાશે. ફિલ્મ તમને અંત સુધી જકડી રાખશે જ્યારે ડિરેક્ટર જય બોડાસ કહે છે કે. ‘આ ફિલ્મનો વિષય સ્ત્રીઓને ઘણો જ પોતાનો લાગશે. અગારી ફિલ્મને દર્શકો પ્રેમથી વધાવશે તેવી અમને આશા છેતેનું પોપ્યુલર ગીત પોપટ- તો 3 કરોડથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યું છે:ગરબા મહોત્સવમાં લોન્ચ થયેલા ટ્રેલર અને ટીઝરે પણ ધમાલ મચાવી દીધી છે.
