સોના-ચાંદીમાં સુનામી: રાજકોટમાં ચાંદી 1.78 લાખની ટોચે, મંગળ પુષ્યનક્ષત્રે બુલિયન માર્કેટ ગરમ,ચાંદીની માંગે તોડ્યા બધા રેકોર્ડ
ધનતેરસ પહેલાં સોનુ અને ચાંદીમાં સુનામી આવી હોય તેમ ભાવમાં જબરો ઉછાળા સાથે સોનુ 10 ગ્રામએ 1,28 લાખ અને ચાંદી તો સોનાને પાછળ રાખી 1,78,000 એ પહોંચી ગઈ છે.રાજકોટમાં એક દિવસમાં 800 થી 1000 કિલો ચાંદીની ખપત હોય છે જેની સામે હાલમાં 3 ગણી માંગ વધી છે તો ઓર્ડરનાં 4 દિવસ પછી ડિલિવરી થાય છે.
આજે મંગળપુષ્ય નક્ષત્ર છે તે પહેલાં સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.રાજકોટ સિલ્વર એસો.નાં મનુભાઈએ જણાવ્યું હતું કે,રાજકોટમાં અમદાવાદથી ચાંદીનો સ્ટોક આવે છે.હાલમાં ચાંદીની ડિમાન્ડ સામે સપ્લાય ઘટી જતાં બજારમાં ફિઝિકલ ચાંદીનાં પુરવઠાની તંગી છે.અમદાવાદ બુલિયનનાં જિગરભાઈ સોનીના જણાવ્યાં મુજબ ગુજરાતમાં એક દિવસમાં 5 થી 10 ટન ચાંદીની માંગ રહે છે.ચાંદીની રિફાઇનરી કંપનીઓએ રોકાણકારોને સમયસર સપ્લાય આપવાનું બંધ કરતાં બજારમાં ચાંદીની ભારે અછત ઊભી થઈ છે. રોકાણ તેમજ જ્વેલરી માટે ચાંદીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં ચાંદીનું ઉત્પાદન ઘટતા આયાત પર નિર્ભરતા વધી રહી છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીના ભાવમાં તેજી નોંધાઈ છે.ચાંદીની માંગમાં 60 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.ચાંદીની આયાત 100 ટન સુધી પહોંચી ગઈ છે, પરંતુ હાલ માત્ર 35 થી 40 ટન જ સપ્લાય મળી રહ્યો છે. અન્ય રાજ્યોમાં પણ માંગ 18 થી 20 ટન સુધી પહોંચી છે, જ્યારે સપ્લાય ફક્ત 6 થી 8 ટન છે.
આ પણ વાંચો :2 વર્ષ બાદ રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફલાઇટ ટેક ઓફ થશે : ઈન્ડિગોનું 28 માર્ચ સુધીનું વિન્ટર શેડયૂઅલ જાહેર
દિવાળી અને લગ્નોત્સવની સીઝનમાં તેજીનો માહોલ
સોની વેપારીઓનું માનવું છે કે દિવાળી અને લગ્નોત્સવની સીઝનને કારણે ચાંદીની માંગ વધુ વધવાની સંભાવના છે. સ્પોટ લેવલ પર છેલ્લા દિવસોમાં ચાંદીના ભાવમાં 20 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.સ્થાનિક બજારની વાત કરીએ તો જાણકારી મુજબ ચાંદીની સપ્લાયમાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઇ, દિલ્હી, સુરત, રાજકોટ સહિતના બજારોમાં ચાંદીની ઉપલબ્ધતા ઘટી ગઈ છે.
આ પણ વાંચો :ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ વચ્ચે 30 દિવસનો ગેપ જરૂરી: CBDTને હાઇકોર્ટની ટકોર
10 દિવસમાં 22,000 રૂપિયા વધી ચાંદી
ચાંદીના ભાવોમાં રેકોર્ડ વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં 22,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ ચાંદીની કિમત 1 કિલો માટે લગભગ 1,78,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વેપારીઓ કહે છે કે ચાંદીની માંગ વધી રહી છે જ્યારે પુરવઠો ઘટી રહ્યો છે.ભારતમાં દર વર્ષે અંદાજે 700 ટન ચાંદીનું ઉત્પાદન થાય છે, જ્યારે જરૂરત સાત હજાર ટનથી વધુ છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ચાંદીના રેટમાં થોડી વધઘટ થઈ શકે છે. પરંતુ મધ્યમથી લાંબા ગાળાના રોકાણ માટે ચાંદી હજી ફાયદાકારક છે.વિશ્લેષકો માને છે કે આગામી સમયમાં ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ વધશે અને ડોલર-રૂપિયાના હલનચલનથી ચાંદીની કિંમતોમાં તેજી યથાવત રહેશે.
