જામનગરનાં 560 કરોડની GST ચોરીમાં ભાવનગરનું કનેકશન? નકલી ડોક્યુમેન્ટ બન્યાની શંકા,તપાસનો ધમધમાટ
તાજેતરમાં સ્ટેટ GST વિભાગે જામનગરમાં દરોડા પાડી 560 કરોડનું મોટું GST કૌભાંડ ઝડપી લીધું હતું.જેની તપાસનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો છે.નકલી બીલિંગનાં દસ્તાવેજો ભાવનગરનાં ભેજાબાજ દ્વારા તૈયાર થયા હોવાની શંકાને પગલે અહીં ઊંડી તપાસ શરૂ થઈ છે.
GST વિભાગના અધિકારીઓએ ગુપ્ત ધોરણે એ પણ તપાસ શરૂ કરી છે કે જામનગર સિવાય અન્ય શહેર માટે નકલી બીલિંગ માટેનાં દસ્તાવેજો તૈયાર કર્યા છે કે કેમ..? એ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો :દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જોન કેમ્પબેલે રચ્યો ઇતિહાસ : 23 વર્ષના દુકાળનો અંત લાવ્યો, તોડ્યો આ રેકોર્ડ
આ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર જામનગરનો સી.એ.અલ્કેશ પેઢડિયા હતો,જેને એક ડુપ્લીકેટ બીલિંગ નેટવર્ક દ્વારા આ કૌભાંડનું સંચાલન કર્યું હતું.બોગસ પેઢીઓ બનાવવા માટેના નકલી દસ્તાવેજો પુરા પાડનાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસ ચાલી છે.જેમાં ભાવનગરનાં શખ્સની સંડોવણી હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
