શું ટ્રમ્પને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર? આવતી કાલે જાહેરાત: ભારે આતુરતા, કુલ 338 ઉમેદવારો મેદાનમાં
શુક્રવારે 2025 ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની હોવાથી બધાની નજર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. ટ્રમ્પ પોતે અનેક વખત તેની જાહેરમાં માંગણી કરી ચૂક્યા છે.આ સંજોગોમાં આવતી કાલે થનારા નિર્ણય પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
નોબેલ સમિતિના જણાવ્યા અનુસાર આ વર્ષના શાંતિ પુરસ્કાર માટે 338 ઉમેદવારો છે, જેમાં 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓનો સમાવેશ થાય છે.
નોબેલ સમિતિ ક્યારેય જાહેરમાં નામાંકનોની પુષ્ટિ કરતી નથી પરંતુ અટકળો અને સ્વ-ઘોષિત નામાંકનોને કારણે કેટલાક અગ્રણી નામો ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ વખતે ટ્રમ્પના દાવાને કારણે ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. ટ્રમ્પે પોતે સાત યુદ્ધ રોક્યા હોવાનું જણાવી જાહેર મંચ પરથી તેમ જ ઉપલબ્ધ તમામ પ્લેટફોર્મસ પરથી એ પુરસ્કારની માગણી કરી છે.
આ પણ વાંચો :હવે ઘર બેઠા રેલવેની કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત, જાણો આ સુવિધા ક્યારથી શરૂ થશે
અમેરિકાના લોકો અને વિદેશના નેતાઓ બંને દ્વારા તેમને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને કંબોડિયન વડા પ્રધાન હુન અમેરિકન રાષ્ટ્રપતિને નોમિનેટ કરનારાઓમાં સામેલ છે. યુ.એસ.માં, કોંગ્રેસમેન બડી કાર્ટરે પણ “ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવામાં તેમની ઐતિહાસિક ભૂમિકાને માન્યતા આપવા બદલ” ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા.બીજી તરફ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ અને પાકિસ્તાન સરકાર દ્વારા કરાયેલા નામાંકનો 2025 ના એવોર્ડ માટે 1 ફેબ્રુઆરીની સમયમર્યાદા પછી આવ્યા હતા.
આ પણ વાંચો :આવતીકાલથી રાજકોટના રેસકોર્સમાં 5 દિવસ ‘શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન : સ્વદેશી વસ્તુઓ-ક્રાફ્ટ-ઘરેલું ઉત્પાદન સહિતનું થશે વેચાણ
દિવંગત પોપનું પણ નામાંકન
એપ્રિલમાં અવસાન પામેલા પોપ ફ્રાન્સિસને આ વર્ષની શરૂઆતમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ આ પુરસ્કાર ક્યારેય મરણોત્તર આપવામાં આવ્યો નથી. નોર્વેના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટીના ડેગ ઇન્ગે ઉલસ્ટીને સ્વર્ગસ્થ પોપને “લોકો, લોકો જૂથો અને રાજ્યો વચ્ચે બંધનકર્તા અને વ્યાપક શાંતિ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે તેમના અવિરત યોગદાન” માટે નામાંકિત કર્યા હતા. પોપને અગાઉ 2022 માં પણ શાંતિ, સમાધાન અને આબોહવા હિમાયત માટેના તેમના પ્રયાસો માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
અન્ય મહત્વના ઉમેદવારો
ઇમરાન ખાન :
હાલ જેલવાસ ભોગવતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) અને નોર્વેજીયન રાજકીય પક્ષ પાર્ટીટ સેન્ટ્રમના સભ્યો દ્વારા પાકિસ્તાનમાં માનવ અધિકારો અને લોકશાહી મજબૂત કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
એલોન મસ્ક:
અબજોપતિ એલોન મસ્કને પણ વાણી સ્વાતંત્ર્યની હિમાયત કરવા બદલ નામાંકિત કરવામાં આવ્યા છે. સ્લોવેનિયાના યુરોપિયન સંસદ સભ્ય, બ્રાન્કો ગ્રીમ્સે વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત માનવ અધિકાર અને શાંતિ માટેના સમર્થન બદલ નામાંકિત કર્યા છે.
અનવર ઇબ્રાહિમ
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમને પ્રોફેસર ડૉ. દાતુક ઓસ્માન બકર અને પ્રોફેસર ડૉ. ફાર કિમ બેંગ દ્વારા “સંવાદ, પ્રાદેશિક સંવાદિતા અને બિન-જબરદસ્તી રાજદ્વારી દ્વારા શાંતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા” માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેમાં થાઇલેન્ડ-કંબોડિયા યુદ્ધવિરામમાં તેમની સમયસર ભૂમિકા” પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
