ધનતેરસ પહેલા જ ગોલ્ડ-સિલ્વરના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: સોનું ₹1.21 લાખને પાર, ચાંદી પણ તોફાની તેજી
દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તો કરવાચોથ પણ સમગ્ર ભારતમાં 10મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે ત્યારે તહેવારો પહેલા જ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ધનતેરસ અને દિવાળી એટલે સુવર્ણયોગ કહેવાય છે પણ હાલમાં સોનુ અને ચાંદી બંનેનાં ભાવ આસમાને છે ત્યારે વેચાણનું મૂલ્ય વધશે અને વોલ્યુમ ઘટશે તેવું અનુમાન ઝવેરી બજારનાં અનુભવી વેપારીઓ કરી રહયા છે ત્યારે વાત કરીએ આજના ભાવની તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ આજે (બુધવાર, 8 ઓક્ટોબર) પ્રતિ 10 ગ્રામ ₹121,000ને વટાવી ગયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર, 2025 ના રોજ, ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે, ભારતીય બુલિયન બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹121,000 ને વટાવી ગયો હતો. તે દરમિયાન, ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹150,000 થી વધુના ભાવે ટ્રેડ થઈ રહી છે.મંગળવાર, 7 ઓક્ટોબરની સાંજે 916 શુદ્ધતા અથવા 22 કેરેટ સોનાનો ભાવ ₹109,866 પ્રતિ 10 ગ્રામ હતો, જે 8 ઓક્ટોબરની સવારે વધીને ₹111,568 થયો. તેવી જ રીતે, શુદ્ધતાના આધારે સોનું વધુ મોંઘુ થયું છે, અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો :બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
મંગળવારે સોના અને ચાંદીના ભાવ વિશે જાણો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારની સવારની સરખામણીમાં સાંજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો હતો.
IBJA દર (મંગળવાર, 7 ઓક્ટોબર, 2025)
સોનું (999 શુદ્ધતા):
સવારનો દર: ₹119,967 પ્રતિ 10 ગ્રામ
સાંજનો દર: ₹119,941 પ્રતિ 10 ગ્રામ
ચાંદી (999 શુદ્ધતા):
સવારનો દર: ₹149,438 પ્રતિ કિલો
સાંજનો દર: ₹149,441 પ્રતિ કિલો
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જારી કરાયેલા ભાવ દેશભરમાં સ્વીકારવામાં આવે છે, પરંતુ તેમાં GST શામેલ નથી. એ નોંધવું જોઈએ કે ઘરેણાં ખરીદતી વખતે, કરને કારણે સોના અથવા ચાંદીના ભાવ વધારે હોય છે. એ નોંધવું જોઈએ કે IBJA દ્વારા કેન્દ્ર સરકાર માટે જાહેર કરાયેલા ભાવ શનિવાર અને રવિવારે તેમજ કેન્દ્ર સરકારની રજાઓના દિવસે જારી કરવામાં આવતા નથી.
આ પણ વાંચો :પાણી ચોરાય જ ને! રાજકોટમાં 45000 ભૂતિયા નળ કનેક્શન, હવે કનેક્શન શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરશે મહાપાલિકા
45% લોકો જૂનું સોનુ આપી નવા દાગીનાની ખરીદી કરશે
ગત વરસની દિવાળી કરતાં આ દિવાળીએ સોનાના ભાવમાં 10 ગ્રામે 41 હજાર જેટલું સોનું મોંઘું પડશે, દિવાળી પછી તેમના ઘરે દીકરા કે દીકરીના પ્રસંગ આવી રહ્યા છે એમાં મોટાભાગના લોકો 45% ગ્રાહકો એવા છે કે જેવો જૂનું સોનુ આપીને નવા દાગીનાની ખરીદી કરી વહુને ચડાવશે કે દીકરીને આણામાં આપશે.અગાઉ સામાન્ય પરિવારમાં પણ 5 થી 10 તોલ દાગીના આપવામાં આવતા હતા પણ હવે ભાવ આસમાને આવી જતા આ દાગીનાં આપવામાં કાપ આવી જશે.
ફિઝિકલ અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું
વર્ષ 2025ની શરૂઆત સાથે સોનામાં આગ ઝરતી તેજીને પગલે ભાવ તમામ રેકોર્ડ વટાવી સવા લાખએ સોનુ પહોંચી ગયું છે.વૈશ્વિક પરિબળો અને ટેરીફ વચ્ચે કિંમતી ધાતુમાં ભારે રોકાણ થઈ રહ્યું છે.બુલિયનનાં જાણકારોનાં જણાવ્યા મુજબ સોનામાં જે રીતે ભાવ વધી ગયા છે તેના કારણે ફિઝિકલ સોનુ અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધી રહ્યું છે.
