સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન સફારી બુકિંગમાં 2 કરોડના કૌભાંડનો આરોપ! 5000ની પરમીટ 25,000માં વેંચાઈ
એશિયાઈ સિંહોના એક માત્ર ઘર એવા ગીરના જંગલમાં સિંહોને ખુલ્લામાં વિહરતા જોવાનો રોમાંચ લેવા માટે દર વરસે દેશ-વિદેશથી અંદાજે 7 લાખ પ્રવાસીઓ આવે છે અને સિંહદર્શનની મજા માણે છે. જો કે, અનેક પ્રવાસીઓને આ સિંહ દર્શન માટેની પરમીટ કાળાબજારમાં લેવી પડે છે કારણ કે અહી ઓનલાઈન બુકિંગનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યુ છે તેવો આક્ષેપ સાસણના હોટેલ સંચાલકોએ કર્યો છે.
પીક હોલિડે પીરિયડ્સ માટે પરમિટ કાળા બજારમાં વેચાઈ
ગીરમાં 90 થી વધુ હોટલ અને રિસોર્ટ છે અને તેમના સંગઠન સાસણ ગીર હોટેલ એસોસિએશને દાવો કર્યો છે કે ક્રિસમસ અને નવા વર્ષની આસપાસ પીક હોલિડે પીરિયડ્સ માટે પરમિટ કાળા બજારમાં વેચાઈ રહી છે, જેના કારણે સાચા પ્રવાસીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. આ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ યુનિટ અને વન વિભાગના અધિકારીઓને મળ્યા હતા, અને આ કૌભાંડની તપાસ કરવાની વિનંતી કરી હતી.

26 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીની પરમીટ અત્યારથી ફૂલ
ગાંધીનગર સ્થિત સાયબર ક્રાઈમને લખેલા પત્રમાં હોટેલ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ જીવાણીએ લખ્યુ છે કે, સાસણમાં સિંહ દર્શન તા. 7 થી શરુ થઇ ગયા છે અને ઓનલાઈન પરમીટ પણ આપવામાં આવી રહી છે. આ વખતે 26 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીની પરમીટ અત્યારથી ફૂલ થઇ ગઈ છે જે શક્ય નથી. આ બુકિંગની વિન્ડો ખુલતા કુલ 180 પરમીટ ફક્ત 20 મિનીટમાં જ બુક થઇ ગઈ છે. કોઈ એક વ્યક્તિએ જ આ બુક કરી નાખી હોય તેવું લાગે છે.એક વ્યક્તિને બુકિંગ પૂર્ણ કરવામાં 7-8 મિનિટ લાગે છે, કારણ કે તેમાં વિગતો ભરવાની હોય છે અને ID પ્રૂફ અપલોડ કરવાના હોય છે.તા. 27 ડિસેમ્બરથી 31 ડીસેમ્બરની પરમીટ પણ રાત્રે બુક થઈ હોય તેવું લાગી રહ્યું છે. આવી પરમીટ જે 800 કે 1000 રૂપિયાની હોય છે તે કાળાબજારમાં 20,000 માં વેચવામાં આવે છે.
આ પણ વાંચો :આજના દિવસે, મેં પહેલી વાર…નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલાની તસવીરો કરી શેર, વડાપ્રધાને જણાવ્યું 7 ઓક્ટોબર શા માટે છે ખાસ
પ્રવાસીઓ પાસેથી 2 કરોડ રૂપિયા વધારાના લેવામાં આવ્યા
આ હિસાબે જોવા જઈએ તો જો 900 પરમીટ માત્ર 20 મીનીટમાં બુક થઇ જતી હોય અને દરેક પરમીટ ઉપર 20,000 રૂપિયા નફો થતો હોય તો પાંચ દિવસના આ સમયગાળામાં જ પ્રવાસીઓ પાસેથી 2 કરોડ રૂપિયા વધારાના લેવામાં આવ્યા છે તેવું ચોક્કસ કહી શકાય. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ગીર જંગલ સફારી ઓનલાઈન શોધતા પ્રવાસીઓને ઘણીવાર ડુપ્લિકેટ અથવા નકલી વેબસાઇટ્સ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે જે પરમિટ, રહેઠાણ અને વાહનોનાં વધુ ભાવ કહે છે.
આ પણ વાંચો :કોમેડી ક્વીન ભારતી સિંહ ફરી એકવાર પ્રેગ્નેન્ટ! 41 વર્ષની ઉંમરે બીજા બાળકને આપશે જન્મ, બેબી બમ્પ સાથે તસવીર કરી શેર
મોટાભાગની પરમીટ એડવાન્સ ડમી બુકિંગ મારફત બુક થઇ જાય છે અને આ માટે પાંચ થી સાત આઈ.ડી.નો ઉપયોગ કરવામાં આવે છે. જે ડમી બુકિંગ થયા હોય તે મોડી રાત્રે કેન્સલ કરવામાં આવે છે. આવા સમયે પ્રવાસીઓ નિંદર માણી રહ્યા હોય છે. નવી પરમીટ સવારે બ્લેકમાં વેંચાય છે.
સિંહ દર્શન માટે રોજની સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સ્લોટમાં ઓનલાઈન 150 પરમીટ (તહેવારો દરમિયાન 180) આપવામાં આવે છે. આ બુકિંગ વન વિભાગની સત્તાવાર વેબસાઈટ girlion.gujarat.gov.in મારફત કરવામાં આવે છે.
