પાકિસ્તાનનાં ક્વેટામાં જોરદાર વિસ્ફોટ : 10 લોકોના મોતની આશંકા, 15 ઘાયલ : ભારે અફરા-તફરી,મૃત્યુઆંક વધવાની શક્યતા
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના ક્વેટામાં એક પ્રચંડ વિસ્ફોટ થતાં અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા છે. ક્વેટા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે. બલુચિસ્તાન આરોગ્ય વિભાગના સચિવે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટને કારણે ક્વેટાની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. બધા ડોકટરો, પેરામેડિક્સ અને નર્સોને ફરજ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મંગળવારે ક્વેટામાં પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. પૂર્વી ક્વેટામાં ફ્રન્ટિયર કોર્પ્સના મુખ્યાલય પાસે એક શક્તિશાળી વિસ્ફોટ પછી ગોળીબાર થયો. સંવેદનશીલ વિસ્તાર ગણાતા મોડેલ ટાઉન અને આસપાસના વિસ્તારોમાં આ વિસ્ફોટ સંભળાયો. વિસ્ફોટથી નજીકના ઘરો અને ઇમારતોની બારીઓ તૂટી ગઈ. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોન અનુસાર, વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ થયાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે.
🚨🚨 #QuettaBlast
— Pakiza Khan (@PakizaKhanpk) September 30, 2025
CCTV Footage Reportedly
Blast and Gunfire Near Pishin Stop, Quetta
A powerful explosion followed by intense gunfire has been reported near Pishin Stop in Quetta, Balochistan. According to initial reports:
The blast targeted a security forces vehicle,… pic.twitter.com/q4UARCczyR
હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં કટોકટી જાહેર
બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકર અને આરોગ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાને સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં કટોકટી જાહેર કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બધા સલાહકારો, ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સો અને પેરામેડિક્સ ફરજ પર છે. બચાવ સૂત્રોએ પુષ્ટિ આપી છે કે ઘાયલો અને મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ક્વેટા મોકલવામાં આવ્યા છે.
વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ સંભળાયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી શહેરમાં ગભરાટ ફેલાયો છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ સંભળાયો. ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી ગયા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો, પરંતુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. બચાવ ટીમો અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જ્યારે શોધખોળ માટે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બધા ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફ ફરજ પર છે.
