IND VS SL : સુપર ઓવર વિવાદ પર શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા થયા ગુસ્સે! ICC પાસે કરી આ માંગ,જાણો શું છે સમગ્ર મામલો
2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના વિજયનો સિલસિલો ચાલુ રહ્યો હતો. છેલ્લી સુપર-4 મેચમાં,ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું પ્રથમ બેિંટગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકા પણ તેમની નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે માત્ર 202 રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા માટે પથુમ નિસાન્કાએ સદી ફટકારી 58 બોલમાં 107 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 2025 એશિયા કપનો પહેલી સુપર ઓવર બંને ટીમો વચ્ચે રમાઇ હતી. શ્રીલંકા સુપર ઓવરમાં માત્ર બે રન જ બનાવી શક્યું જે પછી ભારતે માત્ર ત્રણ બોલમાં મેચ જીતી લીધી. આમ, ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપમાં ફાઇનલ પહેલા અજેય રહી હતી.
સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ
ભારત-શ્રીલંકા મેચમાં સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી, જેમાં દાસુન શનાકા કેન્દ્રમાં હતા. સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી શનાકા બેટિંગ કરવા આવ્યો. ઓવરના ચોથા બોલ પર અર્શદીપ સિંહે યોર્કર ફેંક્યો, જેને શનાકાએ કેચ આઉટ કર્યો. ભારતીય ખેલાડીઓએ પાછળ કેચ કરવાની અપીલ કરી, જેના કારણે અમ્પાયરે આંગળી ઉંચી કરી. આઉટ આપવામાં આવ્યો હોવા છતાં, શનાકા રન માટે દોડ્યો, પરંતુ બોલ પહેલાથી જ સંજુ સેમસનના ગ્લોવ્સમાં હતો. સેમસને સ્ટમ્પ પર ફેંક્યો અને શનાકાને આઉટ કર્યો.
Arshdeep '𝘊𝘭𝘶𝘵𝘤𝘩' Singh 🔝🔥#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/GnOq4conhn
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025
એવું લાગતું હતું કે સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ પૂરી થઈ ગઈ છે, પરંતુ એવું નહોતું. જ્યારે દાસુન શનાકાને ખબર પડી કે અમ્પાયરે તેને આઉટ આપ્યો છે, ત્યારે તેણે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. અલ્ટ્રાએજે બતાવ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક નથી. નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, અને શનાકા ક્રીઝ પર પાછો ફર્યો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના કાયદા 20.1.1.3 અનુસાર, બેટ્સમેનને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે. તેથી, સંજુ સેમસનનો રન-આઉટ અમાન્ય હતો કારણ કે અમ્પાયરે પહેલેથી જ આંગળી ઉંચી કરી દીધી હતી.
સનથ જયસૂર્યાએ નિયમો પર પ્રશ્નો ઉભા કર્યા
હવે, શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ સુપર ઓવર વિવાદ બાદ નિયમો પર પ્રશ્નો ઉભા કર્યા છે. જયસૂર્યાએ કહ્યું કે આ નિયમો વિવાદનું કારણ છે. જયસૂર્યા માને છે કે નિયમોમાં વધુ સુધારો થવો જોઈએ.
સનથ જયસૂર્યાએ મેચ પછી કહ્યું, “નિયમો અનુસાર, ફક્ત પહેલો નિર્ણય માન્ય છે. જ્યારે શનાકાને આઉટ આપવામાં આવ્યો, ત્યારે બોલ ડેડ બોલ બની ગયો. બાદમાં, જ્યારે રિવ્યુ પર નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, ત્યારે તે નિર્ણય ગણાયો. પરંતુ મને લાગે છે કે આવી પરિસ્થિતિઓ ટાળવા માટે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે.”આ પણ વાંચો :IND-PAK ફાઇનલ મેચ પહેલા ICCની કાર્યવાહી : પાકિસ્તાની ખેલાડીની મેચ ફી કાપી,આ ખેલાડીને પણ લગાવી ફટકાર
સુપર ઓવરમાં ભારત તરફથી અર્શદીપ બોલિંગ કરવા આવ્યો
સુપર ઓવરમાં ભારત તરફથી અર્શદીપ બોલિંગ કરવા આવ્યો જ્યારે શ્રીલંકા તરફથી કુસલ પરેરા અને દુસાન શનાકાએ શરૂઆત કરી હતી મેચમાં સદી બનાવનાર પથુમ નિસાન્કાનો સુપર ઓવરમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. કુસલ મેન્ડિસ ત્રીજો બેટ્સમેન હતો. અર્શદીપે પહેલા બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો પછી બીજા બોલ પર એક રન બન્યો. ત્રીજો બોલ ડોટ હતો. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની બીજી અને અંતિમ વિકેટ ગુમાવી દીધી હતી.
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે ઇિંનગ્સની શરૂઆત કરી
ત્યારબાદ ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે ઇિંનગ્સની શરૂઆત કરી હતી. શ્રીલંકાએ બોલ વાનિન્દુ હસરંગાને સોંપ્યો હતો. ભારતે પહેલા બોલ પર ત્રણ રન બનાવીને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં સૂર્યકુમાર યાદવે ભારત માટે વિજયી શોટ ફટકાર્યો હતો.
આ પણ વાંચો :મેચમાં ગન સેલિબ્રેશન મામલે ICCની સુનાવણી : પાકિસ્તાની ખેલાડી ફરહાને પોતાના બચાવમાં ધોની અને કોહલીનું આપ્યું ઉદાહરણ
આ પહેલા ભારતે અભિષેક શર્માના 31 બોલમાં 61 રન, સંજુ સેમસનના 23 બોલમાં 39 રન અને તિલક વર્માના 34 બોલમાં અણનમ 49 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા પણ 20 ઓવરમાં 202 રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 58 બોલમાં 107 રન બનાવ્યા હતા. જોકે, તેની સદી વ્યર્થ ગઈ હતી.
