ભારત નવમી વખત પહોંચ્યું એશિયા કપના ફાઇનલમાં : બોલિંગમાં કુલદીપની ફીરકી ચાલી,બેટિંગમાં ફરીવાર અભિષેકની સટાસટી
બુધવારે એશિયા કપ-2024ના સુપર ફોરમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા એશિયા કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પહેલા બેિંટગ માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં ભારતે 168 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ ફક્ત 127 રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારત નવમીવાર એશિયા કપના ફાઇનલમાં પહોંચ્યું હતું.
Yet another explosive innings 🤩
— BCCI (@BCCI) September 24, 2025
Yet another Player of the Match award 👏
Abhishek Sharma continues his impressive batting form as #TeamIndia record their 2️⃣nd consecutive win in #Super4 & secure a place in the Final! 💪
Scorecard ▶️ https://t.co/bubtcR19RS#AsiaCup2025 pic.twitter.com/XqoOPHfIJ7
ભારતનો આગામી મુકાબલો શ્રીલંકા સામે
આ મેચ પછી ભારત અને બાંગ્લાદેશની એક-એક મેચ બાકી છે. ભારતનો આગામી મુકાબલો શ્રીલંકા સામે છે, જ્યારે બાંગ્લાદેશ આજે ગુરુવારે પાકિસ્તાન સામે ટકરાશે. આજની મેચમાં જીતનારી ટીમ રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. જ્યારે શ્રીલંકા બહાર ફેંકાઈ ગયું હતું.
𝗜𝗻𝘁𝗼 𝗧𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹! 👍
— BCCI (@BCCI) September 24, 2025
The winning run continues for #TeamIndia & we seal a place in the summit clash of the #AsiaCup2025, with a game to spare in #Super4! 🙌 pic.twitter.com/AV40ifvIiv
બાંગ્લાદેશ 127 રનમાં ઓલઆઉટ
169 રનના જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત સારી નહોતી. જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં તંઝીદને આઉટ કરીને બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી સૈફ અને પરવેઝે પાછળથી સારી ભાગીદારી કરી પરંતુ કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરમાં આ ભાગીદારી તોડી નાખી અને પરવેઝને પેવેલિયન પાછો મોકલી દીધો હતો. ત્યારબાદ અક્ષરે 10મી ઓવરમાં તૌહીદને આઉટ કર્યો પછી, વરુણ અને કુલદીપે તરખાટ મચાવ્યો હતો અનવ બાંગ્લાદેશે સતત બે વિકેટ ગુમાવી હતી. બાંગ્લાદેશ 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી કુલદીપે 3 વિકેટ લીધી જ્યારે બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી.

ભારતનો સ્કોર 168 રન પર પહોંચ્યો
પહેલા બેિંટગ કરતા ભારતની શરૂઆત સારી નહોતી. ગિલ અને અભિષેકે પહેલી ઓવરમાં ફક્ત 3 રન ઉમેર્યા. ત્યારબાદ બાંગ્લાદેશી બોલરોએ આક્રમક રમત શરૂ કરી હતી. અભિષેકે સાવધાનીપૂર્વક બેિંટગ કરી પરંતુ ચોથી ઓવરમાં ગિલે છગ્ગા અને ચોગ્ગા ફટકારવાનું શરૂ કર્યું હતું. અભિષેકે પણ ફોર્મમાં દેખાડવાનું ચાલુ કર્યું હતું. 5 ઓવર પછી ભારતનો સ્કોર 55-0 હતો. જોકે, ભારતને 7મી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે ગિલ 29 રન બનાવીને રિયાઝના હાથે આઉટ થયો હતો.

બીજા છેડે ઉભેલા અભિષેકે 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 9મી ઓવરમાં ભારતને બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે 2 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હરો. 12મી ઓવરમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો અને અભિષેક શર્મા 37 બોલમાં 75 રન બનાવીને રન આઉટ થયો હતો તે જ ઓવરમાં સૂર્યકુમાર યાદવે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તિલક વર્મા પણ સસ્તામાં આઉટ થયો હતો. તિલક ફક્ત 5 રન બનાવી શક્યો. આ પછી હાર્દિક અને અક્ષરે સારી ભાગીદારી કરતા ભારતનો સ્કોર 168 રન પર પહોંચ્યો હતો.
