મા આદ્યા શક્તિની આરાધના : રાજકોટનાં પૌરાણિક આશાપુરા મંદિરે રાણીસાહેબ કાદમ્બરી દેવી પરોઢિયે 3 વાગ્યે કરે છે માતાજીનો શૃંગાર
નવરાત્રિમાં માં શક્તિની આરાધના થઈ રહી છે. રાજાશાહી વખતથી પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરે નવરાત્રીમાં રાણીસાહેબા પોતે સવારે સાડા ત્રણ વાગ્યે આશાપુરા માતાનો શણગાર કરે છે.રાજકોટમાં પેલેસ રોડ પર આવેલો આશાપુરા મંદિર પ્રાચીન મંદિર છે જે આજથી 91 વર્ષ પહેલા રાજવી પરિવાર દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હતી.

આજે પણ આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાજવી પરિવારના રાણી સાહેબ ખુદ સવારે ત્રણ વાગ્યે મંદિરે આવી માં આશાપુરાનો શણગાર કરે છે, ત્રણ પેઢીથી નોરતા દરમ્યાન માતાજીનો શણગાર રાજવી પરિવારના રાણીસાહેબ દ્વારા કરવામાં આવે છે. આશાપુરા મંદિરની સ્થાપના 1935 માં રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી ત્યારથી અહીં માં આદ્યશક્તિની આરાધના થાય છે.

આશાપુરા મંદિરે દર્શન માટે નિયમિત રીતે ભાવિકોની ભીડ હોય છે, આશાપુરા માતાના મંદિરે નવરાત્રી ના પાવન પર્વની ઉજવણી થાય છે. જ્યારે આ મંદિરની સ્થાપના થઈ ત્યારે એ સમયે રાણી સાહેબ નરેન્દ્રકુમારી દેવી નોરતામાં માતાજીનો શણગાર કરતાં હતાં.ત્યારપછી રાણીસાહેબ મનકુમારી દેવી અને હવે રાણીસાહેબ કાદમ્બરી દેવી પરોઢિયે 3 વાગ્યે મંદિર આવીને માતાજીને શણગાર કરે છે,જેમાં અવનવા ડિઝાઇન સાથેનાં ચણિયાચોળી, આભૂષણો અને શૃંગાર કરે છે.
