શાહરૂખ ખાન અને જાનકી બોડીવાલાને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, પરંતુ ઈનામની રકમ મળશે અડધી,જાણો શું છે કારણ?
71st National Film Awards: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાયેલા 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમના કારકિર્દીનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. અભિનેતાને તેમની ફિલ્મ ‘જવાન’ માટે આ પુરસ્કાર મળ્યો. શાહરૂખ ખાને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો, જે તેમના 33 વર્ષના ફિલ્મી કારકિર્દીમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. જો કે શાહરૂખ ખાનને ₹2 લાખને બદલે ₹1 લાખ મળશે તેના પાછળ સૌથી મોટું કારણ છે વિક્રાંત મેસ્સી!

શાહરૂખ ખાનને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. અભિનેતાને તેમની ફિલ્મ ‘જવાન’ માટે આ પુરસ્કાર મળ્યો. શાહરૂખે આ પુરસ્કાર વિક્રાંત મેસી સાથે શેર કર્યો, જેમને ફિલ્મ ’12મી ફેઇલ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. ત્યારે હવે બંનેએ ઈનામની રકમ વહેંચવી પડશે. રાષ્ટ્રીય પુરસ્કારોના નિયમો જણાવે છે કે જો બે કલાકારો કોઈ પુરસ્કાર વહેંચી રહ્યા હોય, તો તેમણે ઈનામની રકમ વહેંચવી પડશે. જોકે, તેમને અલગ-અલગ મેડલ અને પ્રમાણપત્રો મળશે.

જાનકી બોડીવાલાને મળ્યો એવોર્ડ
71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં એક્ટ્રેસ જાનકી બોડીવાલાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં નેશનલ એવોર્ડ મળ્યો છે તો ‘વશ’ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ફિલ્મ વશ અને એક્ટ્રેસ જાનકી બોડીવાલાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને તમામ ગુજરાતીઓ માટે આ ગર્વની ક્ષણ કહેવાય.
આ સ્ટાર્સ પણ પોતાના એવોર્ડ્સ કરી રહ્યા છે શેર
આ વર્ષે, શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી ઉપરાંત, ઘણા અન્ય સ્ટાર્સ પોતાના નેશનલ એવોર્ડ્સ શેર કરી રહ્યા છે. તેલુગુ ફિલ્મ “બેબી” અને તમિલ ફિલ્મ “પાર્કિંગ” બંનેએ બેસ્ટ સ્ક્રીનપ્લે કેટેગરીમાં જીત મેળવી. ગુજરાતી ફિલ્મ “વશ” માટે જાનકી બોડીવાલા અને ઉલ્લોઝુક્કુ માટે અભિનેત્રી ઉર્વશી બંનેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. “ગાંધી તથા ચેટ્ટુ” માટે સુકૃતિ વેણુ બંદારેડી, “જિપ્સી” માટે કબીર ખંડારે અને “નાલ 2” માટે ત્રિશા થોસર, શ્રીવનસ અને ભાર્ગવને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ મળ્યો.
રાનીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો
રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો 71મો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને આ સન્માન આપ્યું. ‘શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે’ માં તેમના શક્તિશાળી અભિનય માટે રાનીનું સન્માન કરવામાં આવ્યું.
