iPhone 17 Pro અને Pro Maxની બોડીમાં પડવા લાગ્યા સ્ક્રેચ! સોશિયલ મીડિયા ઉપર ફરિયાદનો મારો, એપલએ હજુ નથી આપ્યો જવાબ
તાજેતરમાં જ ભારે ધૂમ ધડાકા સાથે લોન્ચ થયેલા એપલના iPhone 17 Proની આઉટર બોડી ઉપર સ્ક્રેચ પાડવા લાગ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે સોશિયલ મીડિયા પર આ ફોનધારકો ટેકનોલોજી ક્ષેત્રમાં જાયન્ટ કહેવાતી કંપની પર ફરિયાદોનો વરસાદ કરી રહ્યા છે.આ મુદ્દાને સોશિયલ મીડિયામાં સ્ક્રેચગેટ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા ફોનધારકો પોતાના મોબાઈલના ફોટા પોસ્ટ કરી કંપની પાસેથી જવાબ માગી રહ્યા છે.
આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ મોડેલોને નવા એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ યુનિબોડી ફ્રેમ સાથે લોંચ કરવામાં આવ્યા છે. એપલે ગયા વર્ષની આઇફોન 16 સિરિઝમાં ઉપયોગમાં લેવાતા ટાઇટેનિયમ ફ્રેમને છોડી દીધી છે, આ વખતે લાઈટ બોડી અને ડિઝાઈન બનાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે યુઝર્સ કહે છે કે આ મોડેલોનો ઉપયોગ કર્યાના થોડા કલાકોમાં જ સ્ક્રેચ દેખાવા લાગે છે, ખાસ કરીને ડીપ બ્લુ જેવા ડાર્ક કલરમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
New iPhone 17 models scratch too easily — early buyers are reporting chips and scuffs en masse
— Based & Viral (@ViralBased) September 19, 2025
The problem is especially bad with the Pro versions, where Apple ditched titanium in favor of aluminum.
Damage shows up quickly on the casing, and Apple Stores are refusing to… pic.twitter.com/u7Bmgzc2hH
આ મુદ્દા પર સૌથી પહેલા બ્લૂમબર્ગના ટેકનોલોજી એકસપર્ટ માર્ક ગુરમેનએ સોશિયલ મીડિયા પર આ વાતે ધ્યાન દોર્યું છે. ડીપ બ્લુ રંગના iPhone 17 Pro પર સ્ક્રેચ પડતા દેખાય છે. ડાર્ક એલ્યુમિનિયમ ફિનિશવાળા અગાઉના iPhone મોડેલોમાં પણ આવી જ સમસ્યાઓ રહી છે. કદાચ તેથી જ આ વર્ષે બ્લેક કલર નથી, તેવી પોસ્ટ તેણે એક્સ પર કરી છે.
અમુક ખરીદનારાએ તો Apple સ્ટોર્સમાં મૂકવામાં આવેલા ડેમો યુનિટ્સ પર પણ સ્ક્રેચ જોયા છે. X યુઝર @krips એ પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો કે Appleના શોરૂમમાં iPhone 17 Pro અને Pro Max બેકપ્લેટ પર સ્પષ્ટપણે સ્ક્રેચ દેખાઈ રહ્યા છે. આ #Scratchgate કેમ છે. આવી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એપલએ હજુ જવાબ આપ્યો નથી
Apple એ આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી. દરમિયાન ઘણા ગુસ્સે થયેલા ગ્રાહકો અન્ય લોકોને નવો iPhone ખરીદ્યા પછી તરત જ કેસ (બોડીકવર) નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, નહીતર તેમણે પણ સ્ક્રેચનો સામનો કરવો પડશે.
