Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નવરાત્રીમાં નવશક્તિનો સંકલ્પ: કેન્સર યોદ્ધાઓ ટોબેકો ફ્રી રાજકોટ માટે કંપનીઓ સાથે M.O.U કરશે

Tue, September 23 2025

નવરાત્રીમાં શક્તિની પૂજા સાથે કેન્સર યોદ્ધાઓએ રાજકોટને ટોબેકો ફ્રી બનાવી કેન્સરરૂપી રાવણનાં દહન માટે સંકલ્પ કર્યો છે. આ દિશામાં રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે, કેન્સર કેર ફાઉન્ડેશનના વોરિયર્સ કંપની અને કોર્પોરેટ ઓફિસ તેમજ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત ફેક્ટરીઓમાં વ્યસન મુક્તિ માટે જાગૃતતા ફેલાવવા એમઓયુ કરશે.

રાજકોટ કેન્સર કેર ક્લબ દ્વારા અત્યાર સુધીમાં અનેક આરોગ્ય અને સામાજિક કાર્યક્રમો સાથે ક્લબના મેમ્બરો માટે ફેશન શો, રાસ ગરબાની રમઝટ, ચોગ્ગા  અને છક્કા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે અનેક રેકોર્ડ કરવામાં આવ્યા છે. કેન્સર કેર ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકીએ “વોઇસ ઓફ ડે”સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,હવે સમય આવી ગયા છે રાજકોટને વ્યસન મુક્ત બનાવવા માટેનો, જેના માટે ક્લબ અને કોર્પોરેટ કંપનીઓ સરકારી અને અર્ધસરકારી કંપનીઓમાં એમઓયુ કરવામાં આવશે.



આ અભિયાન વિશે તેમને જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો દરેક કંપની અને ફેક્ટરીઓમાં અમારા સભ્યો વ્યસન મુક્તિ માટે કાર્યક્રમ આપશે જેમાં દરેક કર્મચારીઓ પાસે વ્યસન મુક્ત કરાવવા માટે સંકલ્પ કરાવી પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવશે. ત્યારબાદ વર્ષમાં ત્રણ વખત ક્લબનાં સભ્યો સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જે જગ્યા વ્યસન મુક્તિથી જોડાઈ હશે તે કંપની કે પછી સરકારી કચેરી હોય કે કારખાના. જેમનું કેન્સર કેર ક્લબ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

કર્મચારીઓ કે શ્રમિકોને વ્યસન મુક્તિ માટેનો જુસ્સો વધારવા માટે તેમના પોસ્ટર અને વિડીયો બનાવવામાં આવશે જે લોકો સુધી પહોંચાડી તેમને પણ સિગરેટ ફાકી કે પછી તમાકુનો વ્યસન મુક્ત કરવા માટે અપીલ કરાશે. રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ઉદ્યોગો નાના-મોટા વ્યવસાયો અને કોર્પોરેટ ઓફિસ માટે એમ.ઓ.યુ. તૈયાર કરાયા છે. સમાજલક્ષી અભિયાન માટે ક્લબના તમામ સભ્યો 365 દિવસ આ ઝુંબેશ માં જોડાઈને ટોબેકો ફ્રી રાજકોટ બનાવવા ના આ યજ્ઞમાં સેવાની આહુતિ આપશે. રાજકોટના કોઈપણ ઉદ્યોગો કે કંપનીઓ, સરકારી કે અર્ધ સરકારી કંપનીઓ જોડાવા માગતી હોય તો તેમને કેન્સર કેર ક્લબના મો.ન.9549571671 અને સંપર્ક કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો :પોતાને કલ્કી અવતાર ગણાવી ચર્ચાસ્પદ બનેલા રાજકોટના રમેશ ફેફરનો ઘરે ફાંસો ખાઈને આપઘાત : બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા’તા


કેન્સર એટલે કેન્સલ નહી પણી જીંદગી નવા લેશન શીખવી જાય છે

બે વર્ષ પહેલા કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યોએ પ્રથમ વખત કેન્સર વોરિયર માટે ફેશન શો નું આયોજન કર્યું હતું જેમાં 100 થી વધુ કેન્સર સભ્યોએ રેમ્પ પર વોક કરીને આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. આ એવા દર્દીઓ છે કે જેમને કેન્સરને માત આપીને ફરીથી જિંદગી જીવતા શીખ્યા છે. કેન્સરની સારવાર દરમિયાન અનેક લેશન શીખવા મળ્યા છે આથી હવે સમાજને કેન્સર મુક્ત બનાવવા માટે તેમણે આ ઝુંબેશ શરૂ કરી છે. આ ઉપરાંત ગયા વર્ષે આ કેન્સર યોદ્ધાઓએ દ્વારિકા થી સોમનાથ સુધીનો દરિયો પણ ખેડીને હમ કિસીસે કમ નહી એ સાબિત કરી બતાવ્યું હતું.

આ પણ વાંચો :વિકી કૌશલ-કેટરિનાના ઘરે પારણું બંધાશે : બોલીવુડના પાવર કપલ લગ્નના 4 વર્ષ બાદ બનશે માતા-પિતા, બેબી બમ્પ સાથેની તસવીર કરી શેર

આ મુજબ M.O.U  કરવામાં આવશે

આ પ્રોગ્રામમાં સરકારી, બીન સરકારી, ખાનગી કંપની , કારખાના અને ઓફિસ, કોર્પોરેટ હાઉસ ભાગ લઈ શકશે,આ પ્રોગ્રામ હેઠળ કેન્સર કેર ફાઉન્ડેશન સંસ્થા સાથે જે તે કંપની એ કે સંસ્થાએ એક એમ ઓ યુ **(MOU) કરવાનું થશે . આ હેઠળ સભ્ય બનનાર સંસ્થાએ સત્તાવાર રીતે પોતાની કંપની કે ઓફિસની બહાર કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાયેલ છે એવું  સંસ્થાએ આપેલ બેનર મારવાનું રહેશે, પોતાના કર્મચારીઓને સવારે 9:00 થી સાંજે 6.00 સુધી ઓફિસમાં ગોડાઉન કે કાર્યક્ષેત્ર ની અંદર તમાકુ પાન ફાકી માવા સિગરેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો રહેશે, કેન્સર કેન્સર ફાઉન્ડેશનની ટીમ એક વર્ષમાં કોઈપણ સમયે ત્રણ વખત સંસ્થાની મુલાકાત લેશે,કંપની કે સંસ્થાના  કર્મચારી જો વ્યસન મુક્ત હશે ત્રણે મુલાકાત દરમિયાન તો આ સંસ્થાને વર્લ્ડ કેન્સર ડે દિવસના જાહેર પ્રોગ્રામમાં એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે  વ્યસન મુક્ત થયેલી કંપનીઓની કે સંસ્થાઓને શહેરના પ્રતિષ્ઠિત અખબારો અને ટીવીમાં જાહેરાત આપવામાં આવશે..જો આપ તમારી કંપનીને એમના કર્મચારી અને પરિવારને કેન્સરથી બચાવવા માગતા હોય તો કેન્સર કેર ફાઉન્ડેશન સાથે આ કરાર કરી શકો છો જેની કોઈ જ ફી નથી , કેન્સર કેર ફાઉન્ડેશન…માત્ર વ્યસન મુક્ત થાય લોકો આવું જ ઇચ્છે છે. સંપર્ક: કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અશ્વીન સોલંકી-9824810036

Share Article

Other Articles

Previous

અહો આશ્ચર્યમ! ફ્લાઇટના વ્હીલમાં સંતાઈને 13 વર્ષનો છોકરો જીવન જોખમે આવ્યો કાબુલથી દિલ્હી, જાણો શું છે સમગ્ર ઘટના

Next

પોતાને કલ્કી અવતાર ગણાવી ચર્ચાસ્પદ બનેલા રાજકોટના રમેશ ફેફરનો ઘરે ફાંસો ખાઈને આપઘાત : બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા’તા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી
6 કલાક પહેલા
અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્‍સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
7 કલાક પહેલા
બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
7 કલાક પહેલા
જેતપુરમાં રાજકોટના નામચીન બુટલેગરનો 61 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો! કટિંગ વેળાએ જ LCB ત્રાટકી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2749 Posts

Related Posts

ઓનલાઇન હોટેલ્સને રેઇટીંગ આપવાના નામે રૂ.38.23 લાખની ઠગાઇમાં બે પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો બળાપો : ICC પાકિસ્તાનને લોલીપોપ આપી રહ્યું છે
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા બારી પાસે દર્દી પર પંખો પડ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
હું ખેડૂતોનો દિકરો છુ, ઝૂકીશ નહી : રાજ્યસભામાં તાડૂક્યા ધનખડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર