ચોરી પકડાઇ ગઈ! મોરબીમાં કરચોરી માટે ભાડે રાખેલો ‘ફ્લેટ’મળ્યો: 100 કરોડનાં વ્યવહારો,10 કરોડ રોકડ મળી
લેવીસ અને મેટ્રો ગ્રૂપ ઇન્કમટેક્સનાં દરોડાના બીજા દિવસે કરચોરીનો મોટો ખેલ ખુલ્યો છે,સીરામીકકારે મોરબીનાં રવાપર રોડ પર ફેક્ટરીનાં કર્મચારીનાં નામે ભાડે રાખેલો અને છુપાવેલો ફ્લેટ મળી આવ્યો ને ત્યાંથી કરોડોની કરચોરીની કુંડળી મળી આવતાં આઈ.ટી.વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો.ભૂતકાળમાં રાજકોટમાં આવી જ મોડેસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો હતો.
રાજકોટ ઇન્કમટેક્સ ઇન્વેટીગેશન વીંગએ મોરબી અને રાજકોટમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા હતાં,બે દિવસથી સર્ચ ચાલી રહ્યું છે.લેવીસ,લીવા,મેટ્રો સહિત અનેક સ્થળોએ તપાસ દરમિયાન 100 કરોડથી વધુ કરચોરીનાં વ્યવહારો,10 કરોડની રોકડ,25 લોકર તો મળી આવ્યાં છે.

તપાસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને સ્ફોટક માહિતીનો ઘટસ્ફોટ થયો છે,સૂત્રોએ કહ્યું હતું કે,કંપનીનાં માલિક જે રવાપર પર રોડ રહે છે ત્યાં એ જ બિલ્ડીંગમાં વધુ એક ફ્લેટ મળી આવ્યો હતો.જયાં સીરામીકકારે કરોડોની કરચોરીનાં પોટલાં છૂપાવ્યા હતા.આ ગ્રુપના જમીન મકાનનાં દસ્તાવેજો, હિસાબી બુક્સ સહિત ઢગલામોઢે સાહિત્ય મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.આ ફ્લેટ કર્મચારીના નામે ભાડે લેવાયો હતો.જેનું ભાડું ફેકટરીમાલિક ચૂકવતાં હતા અને આ કર્મચારીની આઈ ટી ટીમ પૂછપરછ હાથ ઘરશે.
આ પણ વાંચો :દિલ્હી-અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર એકાએક ડાયવર્ટ કરાઈ, આ કારણે ના મળી લેન્ડિંગની મંજૂરી
આંગડિયા પેઢીને ત્યાં લાખોની રોકડ મળી પણ..!!
મોરબીમાં આઈ ટી ની નજરે 2 આંગડિયા પેઢી આવી હતી.ત્યાં તપાસ શરૂ કરી હતી.જેના લીધે મોરબી અને રાજકોટનાં આંગડિયા પેઢીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.એક આંગડિયા પેઢી ને ત્યાં આશરે 75 લાખ જેવી રોકડ મળી હતી.જેમાં આંગડિયા પેઢીના સંચાલકએ રોકડનો હિસાબ રજૂ કરી દેતાં અહીં તપાસ પુરી થઈ ગઈ હતી.
આ પણ વાંચો :રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રેલર પલટી જતા 2 લોકોના મોત : ફાયર બ્રિગેડે ત્રણનું રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડ્યાં
રાજકોટની પ્રિમાઇસમાંથી કરોડોની “કેશ”મળી
રાજકોટમાં જે જગ્યાએ દરોડા ચાલી રહ્યા છે ત્યાં કરોડોની રોકડ મળી આવી છે.પ્રથમ દિવસે પણ 3 કરોડની રોકડ મળી આવી હતી.બીજા દિવસે પણ કેશનો મોટો વહીવટ મળ્યો છે.આઈ ટી ના અધિકારીઓએ 5 મહિનાથી મહેનત કરી છે તે આ દરોડામાં રંગ લાવી છે.
