સોનુ 1,25,000ની ટોચે! આ દિવાળીએ રેકોર્ડબ્રેક ખરીદીનાં સંકેત,9 મહિનામાં સોનામાં 45% ઉછાળો
સોનું અને ચાંદી બંને લગાતાર તેજી સાથે ભાવનાં નવા રેકોર્ડ રચી રહ્યું છે.દશેરાનાં તહેવારને આડે હવે થોડા દિવસો બાકી છે ને ભાવ આસમાને પહોંચી રહ્યા હોય જવેલરીની ખરીદી હવે ગજા બહારની વાત ગ્રાહકો માટે થઈ હોવાનો ગણગણાટ છે.જો કે હાલમાં સુસ્ત બજારમાં દિવાળીમાં રોનક આવે તેવો અણસાર ઝવેરીઓએ દર્શાવ્યો છે.સેફ હેવન તરીકે ગોલ્ડની વૈશ્વિક માંગ નીકળી હોય દિવાળીએ ખરીદી વધશે અને સંભવત છેલ્લાં વર્ષોની દિવાળી કરતાં આ વખતે વધુ “શુભ”રહેશે તેવી આશા છે.
મંગળવારે સોનાના ભાવ ટોચએ આવી 10 ગ્રામ નાં 1,14,300 ને વટાવી ગયા હતા તો બીજી બાજુ ચાંદીમાં આગઝરતી તેજી આવી છે.1100નાં વધારો સોનાના ભાવ થયો છે.પીળી ધાતુ અને ચાંદી બંને માટે 2025માં વર્ષ લાલચોળ તેજી જોવા મળી છે. આ વર્ષમાં અત્યારે સુધીમાં સોનાના ભાવમાં આજે ચાલીસ હજારનો વધારો થતાં રોકાણકારોને સારો નફો જ્યારે ખરીદનારો માટે ગોલ્ડ મોંઘુ થયું છે.
ડિસેમ્બર મહિનામાં સોનાનો ભાવ 80,000રૂ. 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે નવ મહિનામાં સોનાનો ભાવ 10 ગ્રામના ₹1,14,000 ની સપાટી પાર કરી ગયા છે.વધતા ભાવની અસર સોની બજારમાં ખાસ તહેવારો અને લગ્નગાળાની સિઝન પર પડશે તેવો ડર ઝવેરીઓ માટે ઉભો થયો છે.
બુલિયન માર્કેટમાં મજબૂત તેજી
વધતાં ભાવએ રિટેલ માર્કેટમાં ખરીદી નહિવત છે પણ બુલિયન બજારમાં મજબૂત તેજી છે.ગોલ્ડમેન સુક એ આગાહી કરી હતી કે આ વર્ષે સોનાના ભાવમાં ભારે વધારો આવશે જેમાં દિવાળી સુધીમાં 4500 ડોલર સુધી પહોંચી શકે છે જે ભારતીય બજારમાં 1.45 લાખ નજીક ગણી શકાય,બુલિયનના વેપારીઓએ દિવાળી સુધીમાં સોનાનો ભાવ 1.25 લાખની સપાટીએ પહોંચે તેવી ધારણા કરી છે.હાલમાં છેલ્લા દિવસોમાં જે ગતિએ સોનાના ભાવ વધ્યા છે તે દર્શાવતા દિવાળી સુધીમાં 1.25 લાખ સુધી સોનાનો ભાવ પહોંચે તો નવાઈ નહીં..??
9 મહિનામાં સોનામાં 45% ઉછાળો
વૈશ્વિક આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ગોલ્ડ સુરક્ષિત રોકાણ સાબિત થયું હોય સામાન્ય ગ્રાહકોની ખરીદી ઓલ ટાઈમ હાઇ ભાવ વચ્ચે નહિ વાત છે પણ બુલિયનના વેપારમાં સારી એવી તેજી નીકળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો 3600 ડોલર પ્રતિ ઔસ નજીક પહોંચી ગયો છે જાન્યુઆરીથી લઈ સપ્ટેમ્બર મહિના સુધીમાં સોનાના ભાવમાં 45% થી પણ વધુનો ઉછાળો આવ્યો છે.
