આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
આ દીવાળી વેકેશનમાં “વિયેતનામ” સૌરાષ્ટ્રવાસીઓથી ઉભરાઈ જશે.રેકોર્ડબ્રેક બુકીંગ વિયતેનામ માટે થયું છે.જન્માષ્ટમીની સિઝનની જેમ જ દિવાળીમાં ફરવા માટેનાં પેકેજ બુકીંગ થયાં હોવાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે “દિવાળી” છે.ખાસ કરીને આ વખતે ડોમેસ્ટિકને પાછળ રાખી ઇન્ટરનેશનલ પેકેજનાં બુકીંગ વધુ થયાં છે.

આ દિવાળીનાં તહેવારમાં પણ જન્માષ્ટમીની રજાની જેમ સળંગ 8 થી 10 દિવસ રજા આવે છે.18 ઓક્ટોબરએ ધનતેરસ સાથે શનિ રવિની રજા આવતી હોવાથી તેમજ શાળાઓમાં પણ વેકેશન હોવાને કારણે સૌરાષ્ટ્રવાસીઓને લાબું વેકેશન મળતાં લોકો ફરવા ઉપડી જશે.જેનાં માટે એડવાન્સ બુકીંગ થયા છે.

ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ આ વર્ષે ઇન્ટરનેશનલમાં “વિયેતનામ” હોટ ફેવરિટ રહ્યું છે.એક અંદાજ મુજબ 10,000થી વધુ ટુરિસ્ટોએ વિયેતનામનાં પેકેજ બુક કરાવ્યા છે.આરવી ટુર્સનાં જનરલ મેનેજર વિમલ પટેલએ કહ્યું કે,કોરોના પછી આ વર્ષે દિવાળી વેકેશન માટે સૌથી વધુ વિદેશ પ્રવાસ માટેનાં પેકેજ બુક કરાવ્યા છે.
દુબઈ, સિંગાપોર,મલેશિયા,થાઈલેન્ડ,ફુકેટ,બાલી ગત વેકેશનમાં સૌરાષ્ટ્રમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગયા હતા.જ્યારે આ વર્ષે વિયેતનામ 8 દિવસ અને 9 નાઇટનાં પેકેજમાં ફરી શકાય છે,સૌથી લોકપ્રિય “ફુકોક” થયું છે.આથી દિવાળીની રજા માટે સૌરાષ્ટ્રવાસીઓમાં વિયેતનામ હોટ ફેવરિટ છે.જ્યારે ભારતમાં ઇન્દોર,ઉજ્જૈન,ઉદેપુર,જેસલમેર, ગોવા માટે ઇન્કવાયરી સારી છે.
આ પણ વાંચો :GST કાપથી દેશમાં 3.5 લાખ કરોડની ડિમાન્ડ વધશે : નવા અને સસ્તા ભાવ સાથે લોકો ખરીદી કરશે, બજારોમાં આવશે જોરદાર તેજી
ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
કોરોના પૂર્વે પ્રવાસીઓ સૌથી વધુ ભારત ભ્રમણ માટે જતાં, કોરોના પછી આ ટ્રેન્ડમાં બદલાવ આવી ગયો છે.કેરેલા કે કાશ્મીર કે પછી કોડાઈ કેનાલ તરફનાં પેકેજ ઇન્ટરનેશનલ પેકેજનાં ભાવ સુધી પહોંચી જતાં હોય રાજકોટવાસીઓ વિદેશ પ્રવાસને પસંદ કરે છે.ટુર ઓપરેટરનાં મત અનુસાર છેલ્લા 5 વર્ષમાં 50 ટકાથી વધુ સહેલાણીઓ વેકેશનમાં વિદેશ ટ્રીપ પર જતાં થયા છે.ડોમેસ્ટિકમાં ખાસ કરીને વેકેશનમાં એર ફેર અને હોટેલ ચાર્જ ખૂબ વધી જતાં હોય છેવટે આ પેકેજ મોંઘા થઈ જાય છે.
આ પણ વાંચો : ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આ વેકેશનમાં “શ્રીલંકા” પર ફરશે રાજકોટિન્સ
દિવાળી વેકેશનમાં વિયેતનામ પછી સૌથી વધુ લોકપ્રિય બન્યું છે શ્રીલંકા, ફેવરિટ ટુર્સનાં દર્શીત મસરાણીએ કહ્યું કે,સમર વેકેશન સમયે ઓછા લોકો ફરવા ગયા હતાં એટલે જન્માષ્ટમી અને દિવાળી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે પેક છે.7 કે 8 દિવસમાં શ્રીલંકા ફરી શકાય છે અને 90થી 1 લાખ સુધીના પેકેજમાં આવી જતું હોય ઘણા લોકો અહીં પણ જઈ રહ્યા છે.આ વખતે 18 થી 24 સુધી તહેવારોની રજા હોવાથી લોકોએ ટ્રીપ માટેના પ્લાન બનાવ્યા છે.
દિવાળીએ ધાર્મિક યાત્રાનું મહત્વ વધુ:ગોકુલ, મથુરા માટે હાઉસફુલ બુકીંગ
ભાઈ બીજનાં દિવસે ગોકુલ-મથુરામાં ભાઈ-બહેનનાં સ્નાનનું મહત્વ છે.આ પરંપરાને લઈ ઘણા પરિવારો ગોકુલ,મથુરાની જાત્રા માટે જઇ રહ્યા હોય જેના કારણે ટ્રેઇનોમાં લાંબા વેઇટિંગ છે.આ ઉપરાંત અયોધ્યા,વારાણસી,હરિદ્વાર, ઋષિકેશની ધાર્મિક યાત્રા માટે પણ હાઉસફુલ બુકીંગ છે તેમ નવભારત ટુર્સનાં નૈમિશભાઈ કેસરિયાએ જણાવ્યું હતું.
