શેમ્પૂ , સાબુ , કોફી,કેચપ,સિરમ સહિતની વસ્તુઓ ખરીદવા પર થશે આટલી બચત, GST ઘટાડા પછી કંપનીની મોટી જાહેરાત,જુઓ નવા ભાવ
હજુ થોડા દિવસ પહેલા જ સરકારે GST સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી હતી. જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓમાં GST ઘટાડવામાં આવ્યો હતો અને નાણામંત્રાલય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કંપનીઓએ આ ભાવ ઘટાડવા જ પડશે. ત્યારે બ્રિટનની અગ્રણી FMCG કંપની યુનિલિવરની ભારતીય પેટાકંપની હિન્દુસ્તાન યુનિલિવરે નવી GST સિસ્ટમ અનુસાર તેના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જે ઉત્પાદનોના ભાવ ઘટાડવામાં આવશે નહીં તેમની માત્રામાં વધારો કરવામાં આવશે. 22 સપ્ટેમ્બર, 2025 થી નવી GST સિસ્ટમ લાગુ થયા પછી, હિન્દુસ્તાન યુનિલિવરના ઘણા ઉત્પાદનો જેમ કે લાઇફબોય સાબુ, લક્સ સાબુ, ક્લિનિક પ્લસ શેમ્પૂ, ડવ શેમ્પૂ, હોર્લિક્સ, કિસાન જામ, બ્રુ કોફી, ક્લોઝઅપ ટૂથપેસ્ટ, સનશિલ્પ શેમ્પૂ, નૂર સૂપ, બૂસ્ટ ડ્રિંક વગેરે સસ્તા થશે. હિન્દુસ્તાન યુનિલિવરે આ માટે અખબારોમાં જાહેરાતો પણ આપી છે.
90 રૂપિયાનો જામ 80 રૂપિયામાં મળશે
હિન્દુસ્તાન યુનિલિવર દ્વારા આપવામાં આવેલી જાહેરાત મુજબ, ડવ શેમ્પૂની 340 મિલી બોટલ હવે 490 રૂપિયાથી ઘટીને 435 રૂપિયામાં મળશે. હોર્લિક્સના 200 ગ્રામ જારની કિંમત 130 રૂપિયાથી ઘટીને 110 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે 200 ગ્રામ કિસાન જામ 90 રૂપિયાથી ઘટીને 80 રૂપિયામાં મળશે. આ ઉપરાંત, ચાર લાઈફબોય સાબુના 75 ગ્રામ પેકની કિંમત પણ 68 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા થઈ જશે. કંપનીએ કહ્યું છે કે નવી MRP અથવા વધેલી માત્રા સાથે નવો સ્ટોક ટૂંક સમયમાં બજારમાં આવશે.
કઈ વસ્તુઓની કિંમત કેટલી ઘટી છે?
| વસ્તુના નામ | જૂની કિંમત | નવી કિંમત |
| Dove Hair Fall Rescue Shampoo (340 ml) | 490 | 435 |
| Clinic Plus Strong and Long Shampoo (355 ml) | 393 | 340 |
| Sunsilk Black Shine Shampoo (350 ml) | 430 | 370 |
| Dove Serum Bad (75 g) | 45 | 40 |
| Lifebuoy Soap (75g X 4) | 68 | 60 |
| Lux Radiant Glow Soap (75g X 4) | 96 | 85 |
| Closeup Toothpaste (150 g) | 145 | 129 |
| Lakme 9 to 5 pm Compact (9g) | 675 | 599 |
| Kissan Ketchup (850g) | 100 | 93 |
| Horlicks Chocolate (200g) | 130 | 110 |
| Horlicks Women’s Plus (400g) | 320 | 284 |
| Bru Coffee (75g) | 300 | 270 |
| Knorr Tomato Soup (67g) | 65 | 55 |
| Hellman’s Real Mayonnaise (250g) | 99 | 90 |
| Kissan Jam (200g) | 90 | 80 |
| Boost (200g) | 124 | 110 |
હવે GSTમાં ફક્ત બે સ્લેબ
GST કાઉન્સિલની બેઠક બાદ, નાણામંત્રી નિર્મલા સીતારમણે GSTમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. હાલમાં, GST હેઠળ 4 સ્લેબ 5%, 12%, 18% અને 28% છે, જે 22 સપ્ટેમ્બરથી ફક્ત બે સ્લેબ 5% અને 18% કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફાર પછી, ખાદ્ય પદાર્થોથી લઈને શેમ્પૂ, ટૂથપેસ્ટ સુધીની તમામ આવશ્યક વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થવાનો છે, જે સીધા ગ્રાહકોને આપવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, HUL એ ઉત્પાદન દરોમાં પણ મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
