નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારત-નેપાળ સીમા સીલ ; 60 કેદી પકડાયા,ભારતે સેનાને સીમા પર આપ્યું એલર્ટ
નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની અસર ભારત-નેપાળ સરહદ પર પણ દેખાઈ રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને ધ્યાનમાં રાખીને, ભારતે પોતાની સરહદ બંધ કરી દીધી છે. આથી નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેમજ મૈત્રી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વેપાર પણ સંપૂર્ણપણે અટકી ગયો છે. બિહાર-નેપાળ સીમા પરથી વધુ 60 કેદીઓને પકડી પાડવામાં આવી આ હતા. આ દભા નેપાળની જેલમાંથી ભાગીને ભારતમાં ઘૂસવા માંગતા હતા. સેનાને સીમા પર એલર્ટ આપી દેવાયું છે. નેપાળમાં સેનાના ગોળીબારમાં 2 કેદી ભાગવા જતાં માર્યા ગયા હતા.
બીજી બાજુ નેપાળમાં થયેલા ઘર્ષણમાં ઘવાયેલા યુવકોના સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ઉપર પહોંચી ગયો હતો. હજુ પણ અનેક યુવકોની સારવાર ચાલી રહી છે અને કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હવે સેના સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
મૈત્રી બસ સેવા બંધ
મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે બંને દેશોના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણકે ઘણા નેપાળી લોકો ભારતમાં ફસાયા છે તો સામે ઘણા ભારતીયો પણ હાલ નેપાળમાં ફસાયેલા છે. આ બસ સેવા બંધ થવાના કારણે બંને દેશોના નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ રાષ્ટ્રપતિઓની બધી જ સુવિધાઓ સમાપ્ત કરાઇ
દરમિયાનમાં નેપાળમાં આંદોલનકારીઓની માંગણી પર ધ્યાન અપાઈ રહ્યું છે અને ભેદભાવ દૂર કરવા માટે પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે એમ જાહેર કરાયું હતું કે નેપાળમાં બધા જ પૂર્વ રાષ્ટ્રપતિઓની બધી જ સુવિધાઓ બંધ કરી દેવાઈ છે. આવાસ ખાલી કરાવાઈ રહ્યા છે. રાજપક્ષેને પણ ઘાર ખાલી કરવું પડ્યું છે. સિક્યુરિરી પણ હટાવાઈ રહી છે.
