ગઠબંધન ની બેઠક પહેલા કેજરીવાલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવી દેવાની આપની માગણી
ભેસ ભાગોળે છાશ છાગોળે અને ગઠબંધન ઇન્ડિયામાં ધમાધમ….
આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને અને ભાજપને હરાવવાની વાતો કરનારા વિપક્ષી મહાગઠબંધન ઇન્ડિયાના નેતાઓ હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યા છે અને તેમની અંદર મતભેદો દરરોજ બહાર આવી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન ની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે.
આ પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગણી કરી નાખી છે અને આ બાબતે મોટા ડખા થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, “જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને.” આવી કમરતોડ મોંઘવારીમાં પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારી સૌથી ઓછી છે.
આ સિવાય તેમણે કહ્યું કે દિલ્હીમાં મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. આમ છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કક્કર વધુમાં કહેતા જણાવ્યું હતું કે કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને તેઓ પીએમ મોદી સામે ચેલેન્જર તરીકે ઉભરી આવ્યા છે.