લેન્ડ ગ્રેબીંગનો આરોપી પોલીસ સ્ટેશન માંથી નાસી ગયા બાદ ફરી પકડાયો
આજીડેમ પોલીસ ગણતરીના કલાકોમાં પકડી પાડી બીજો ગુનો નોંધ્યો
આજી ડેમ પોલીસ સ્ટેનશનના લેન્ડા ગ્રેબીંગનાગુનામાં પકડાયેલો સુરતનો આરોપી પોલીસ સ્ટેપશનમાંથી ભાગી ગયો હતો. જોકે તેને થોડા જ કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના સામે પોલીસ મથક માંથી ભાગી જવા અંગેનો બીજો ગુનો પણ નોંધાયો હતો.
રાજકોટ પારીજાત પાર્ટી પ્લોપટ પાસે જાગૃતી હાઇટ્સન-૧૧મો માળ, ૧૦૧-૧૦૩માં રહેતા જમીન મકાન દલાલ શૈલેષ વજેસંગભાઇ ઉર્ફ વિજયસિંહ કામલીયા (ઉ.૫૪) વિરૂધ્ધન લેન્ડી ગ્રેજિંગ એક્ટત હેઠળ ૨૦૨૧માંફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ તે ફરાર રહેતો હતો. રવિવારે ક્રાઇમ બ્રાંચે તેને શંકાસ્પ્દ હાલતમાં પકડી આજીડેમ પોલીસહવાલે કર્યો હતો આજીડેમ પોલીસ મથકના સ્ટારફે તેની ધરપકડની કાર્યવાહી બાદ અન્યજ કામગીરી કરવા માટે આરોપી શૈલેષને આજી ડેમ પોલીસમથક લઇ જવાયો હતો. ત્યા રે ફરજ પરરહેલા સ્ટાીફની નજર ચૂકવી શૈલેષ કામલિયા ચકમો આપી નાસી ગયો હતો. જો કે પીઆઇએલ. એલ. ચાવડાની રાહબરીમાં ટીમોએ તેને નજીકમાંથી જ દબોચી લીધો હતો.ત્યાહરબાદ તેની સામે આઇપીસી ૨૨૪ મુજબ પોલીસની નજર ચુકવી ભાગી જવા બાબતે ગુનો નોંધીધરપકડ કરવામાં આવી હતી. શૈલેષપોલીસ મથકમાંથી ભાગી જતા દોડધામથઇ ગઇ હતી. જોકે તે ભાગીને કોઇ વાહન પકડે એ પહેલા ગણતરીની મિનિટોમાં ઝડપીલઇ કાયદાનું ભાન કરાવાયું હતું.