15 ઇંચ વરસાદથી કચ્છમા જળબંબાકારની સ્થિતિ : અનેક રસ્તા ધોવાયા,શાળા-કોલેજ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત
ચોમાસું હવે વિદાય લેવા ભણી આગેકૂચ કરી રહ્યું છે ત્યારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેવી રીતે રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ડેમ,નદી-નાળા-તળાવ છલકાઈ ચૂક્યા છે. ત્યારે કચ્છમાં અતિભારે વરસાદને લઈને શાળા-કોલજે તેમજ અનેક રસ્તાવન બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ નાગરિકોની સહાયતા માટે કંટ્રોલરૂમના નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
🌧️કચ્છના તમામ તાલુકાઓમાં ગત રાત્રિથી અત્યાર સુધી વરસાદ યથાવત
— DD News Gujarati (@DDNewsGujarati) September 8, 2025
🌧️રાપર થયું પાણી પાણી
🌧️તાલુકાનાં તળાવો અને ડેમ ઓવરફ્લો
🌧️15 ઇંચ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાયા
🌧️અનેક સોસાયટી વિસ્તારમાં નદીની જેમ પાણી વહી રહ્યાં છે#rain #gujaratrain @collectorkut pic.twitter.com/I8sx2TssJq
કચ્છમાં 15 ઇંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ કરી દીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છમાં ભારે વરસાદની આગાહી મુજબ 15 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે.
➡️કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે નીચે મુજબના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે.
— DD News Gujarati (@DDNewsGujarati) September 8, 2025
➡️આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ
1.ત્રંબો જેસડા રવ રવેચી રોડ (રાપર તાલુકો)
2.ભચાઉ રામવાવ રાપર રોડ (રાપર તાલુકો)
3.સુવઈ ગવરીપર રોડ (રાપર તાલુકા)
4.વામકા લખાવટ કરમરિયા… pic.twitter.com/5phyB0vC1a
કચ્છના રાપરમાં જળબંબાકારની સ્થિતિ
કચ્છના તમામ તાલુકાઓમાં ગત રાત્રિથી અત્યાર સુધી વરસાદ યથાવત છે. ભારે વરસાદને લઈને શાળા-કોલેજમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. 15 ઇંચ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાયા છે. કચ્છના રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ તેમજ આજે સવારના 4 કલાકમાં ફરી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં શાળા-કોલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
➡️કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે નીચે મુજબના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે.
— DD News Gujarati (@DDNewsGujarati) September 8, 2025
➡️આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ
1.ત્રંબો જેસડા રવ રવેચી રોડ (રાપર તાલુકો)
2.ભચાઉ રામવાવ રાપર રોડ (રાપર તાલુકો)
3.સુવઈ ગવરીપર રોડ (રાપર તાલુકા)
4.વામકા લખાવટ કરમરિયા… pic.twitter.com/5phyB0vC1a
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે નીચે મુજબના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે.
આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ
1.ત્રંબો જેસડા રવ રવેચી રોડ (રાપર તાલુકો)
2.ભચાઉ રામવાવ રાપર રોડ (રાપર તાલુકો)
3.સુવઈ ગવરીપર રોડ (રાપર તાલુકા)
4.વામકા લખાવટ કરમરિયા રોડ (ભચાઉ તાલુકો)
5.સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ (ગાંધીધામ તાલુકા)
6. તુગા જૂણા રોડ (ભુજ તાલુકા)
આ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે શહેરના અનેકવિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ,સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે.
આ પણ વાંચો :થોડી મેઘરાજાની, થોડી નર્મદામૈયાની કૃપાથી રાજકોટનો આજી ડેમ છલોછલ ભરાયો : ન્યારી ડેમ હજુ અઢી ફૂટ ખાલી
બનાસકાંઠાના સૂઈગામમાં આભ ફાટ્યું
બનાસકાંઠાના સૂઈગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સુઈગામમાં 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઊછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.
