આવતીકાલે ખગ્રાસ ચંદ્રગ્રહણ : ભારતમાં સ્પષ્ટપણે જોઈ શકાશે, ધાર્મિક દ્રષ્ટિએ પાળવામાં આવશે,જાણો ગ્રહણનો સમય
કાલે તારીખ 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ આખા ભારતમાં દેખાશે. ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 7 સપ્ટેમ્બરના રાત્રે ચંદ્રગ્રહણ થશે આ ચંદ્ર ગ્રહણ આખા ભારતમાં દેખાવાનું છે આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે
ચંદ્રગ્રહણનો સામય
ચંદ્રગ્રહણનો વેધ સવારે 11.58 થી શરૂ થશે,ચંદ્રગ્રહણનો સમય રવિવારે શરૂ થવાનો સમય રાત્રે 8.58 કલાકે થી ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય રાત્રે 2.25 કલાકે છે. બાળકો, વૃદ્ધો,બીમાર વ્યક્તિઓ માટે ગ્રહણનો વેધ રવિવારે સાંજે 5.58થી લાગશે
ચંદ્રગ્રહણ કુલ 5 કલાક 27 મિનિટ સુધી ચાલશે,ચંદ્રગ્રહણના વેધ દરમિયાન તથા ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન કરવું નહીં, પાણીપીવું નહીં,શૌચ આદી ક્રિયા કરવી નહીં, ગ્રહણ દરમિયાન કરવામાં આવેલ જપ લાખ ગણુ ફળ આપે છે
આ પણ વાંચો :ટ્રસ્ટી બની 100 કરોડની જમીન વેંચે તે પહેલાં જ ઠગભગત પકડાયો : બોગસ સાધુએ અનેક મંદિરોના ટ્રસ્ટમાં પણ ‘કળા’ કર્યાનું આવ્યું સામે
રાશી પ્રમાણે ચંદ્રગ્રહણનું ફળ
ચંદ્ર ગ્રહણ કુંભ રાશીમાં થશે.
મેષ,વૃષભ,કન્યા,ધન આ રાશીને ગ્રહણ શુભ ફળ આપશે
મિથુન,સિંહ,તુલા,મકર આ રાશીને ચંદ્રગ્રહણ મિશ્ર ફળ આપશે
કર્ક,વૃશ્ચિક,કુંભ,મીન આ રાશીને ચંદ્રગ્રહણ અશુભ ફળ આપશે
આ પણ વાંચો :GST સુધારા અને ટેરીફને કોઈ લેવાદેવા નથી, 1.5 વર્ષથી તૈયારી ચાલતી હતી : નાણામંત્રી નિર્મલા સીતારામને કરી ચોખવટ
ચંદ્રગ્રહણનાં શુભ અશુભ ફળ સામાન્ય રીતના ત્રણ મહિના સુધી મળે છે
ચંદ્રગ્રહણનું અશુભ ફળ દૂર કરવા માટે ચંદ્રગ્રહણ પૂરું થાય બીજે દિવસે સોમવારે સવારનાં સ્નાન કરી ત્યારબાદ ચોખા, ખાંડ, સફેદ કાપડ જેવી સફેદ જીવન જરૂરી વસ્તુઓનું દાન આપવુ ઉત્તમ ફળ આપનાર બનશે આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત એશિયા ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે,ચંદ્રગ્રહણ શતભિષા તથા પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશીનાં ચંદ્રમા થશે ચંદ્રગ્રહણ ના લીધે સફેદ વસ્તુઓના અનાજના ભાવમાં વધારો થઈ શકે છે તે ઉપરાંત જોઈએ તો ભારતના પહાડી વિસ્તારમાં હજુ પણ આફતો આવી શકે છે ,જોકે આપણા ભારત દેશ ને રાશી ધન છે અને ધન રાશી ને આ ગ્રહણ લાભકારક છે આથી આ ગ્રહણ નો ભવિષ્યમાં ભારત દેશને લાભ મળી શકે છે
