દીવ ફરવા જતાં વિદ્યાર્થીઓને કાળ ભેટ્યો : ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R.K. યુનિ.ના 3 વિદ્યાર્થીનાં કમકમાટીભર્યા મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ પાસે અકસ્માત સર્જાતાં આર. કે યુનિવર્સિટીના ૩ વિદ્યાર્થીના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. કાર ભાડે લઈને 12 મિત્રો દીવ જતાં હતા ત્યારે ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી અને ૩ વિદ્યાર્થીને કાળ ભેટ્યો હતો. બનાવને પગલે પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીવન સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટ ભાવનગર હાઇવે પર બની હતી જ્યાં જંગવડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટની આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. ઈનોવા કાર ભાડે કરીને 12 વિદ્યાર્થીઓ દીવ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જંગવડ પાસે કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા કાર પલટી જતાં કારમાં સવાર 12માંથી 3 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.આકસ્માત એટલો ભયંકર હતો કે કારનો બૂકડો બોલી ગયો હતો. મૃતકોને અને ઇજાગ્રસ્તોને કાર બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી.
આ પણ વાંચો :દુંદાળા દેવની વિદાઇ : રાજકોટમાં આજે ગણેશજીની 5 હજાર મૂર્તિ વિસર્જિત થશે : 6 પોઈન્ટ ઉપર ફાયરના 110 જવાનો તૈનાત
3 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
રાજકોટની આર કે યુનિવર્સિટીમાં બી ટેકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈનોવા કાર ભાડે કરીને દીવ ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મોજ-મસ્તી કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ક્યાં ખબર હશે કે આ ટ્રીપ તેમના જીવનની છેલ્લી ટ્રીપ બનીને રહી જશે. ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ કોડાવતી,મોથી હર્ષા અને આફરીદ સૈયદ સમાવેશ થાય છે.
મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહ અને ઈજાગ્રસ્ત વિદ્યાથીઓને કારમાંથી બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી રહી છે.
