આજે GST કાઉન્સિલની બેઠક : જનતાને રાહત મળવાની આશા, અનેક ચીજો સસ્તી થઈ શકે છે
દિવાળીના તહેવાર પહેલા જ સરકાર જનતાને રાહત આપવા માંગે છે તેવા અહેવાલો બાદ હવે આ સમય નજીક આવી ગયો છે. GST કાઉન્સિલની આગામી 56મી બેઠક આજથી 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલા, રાજ્યોના GST અધિકારીઓએ મંગળવારે દિલ્હીમાં એક બેઠક કરી હતી જેમાં GST દરોમાં ફેરફાર કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ અને પાલનના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

જો બધુ જ અપેક્ષા મુજબ થાય છે તો ખાવા પીવાની ચીજો, ટીવી, ફ્રીઝ, કાર, બાઇક જેવા ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે. સાથે જીવન વીમા અને આરોગ્ય વીમા સસ્તા થઈ શકે છે અથવા ટેક્સ મુક્ત થઈ શકે છે. આમ લોકોને અનેક રીતે ઘણી રાહત મળવાની આશા છે.

GST કાઉન્સિલની આ બેઠકમાં, લગભગ 175 વસ્તુઓના દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકના એજન્ડામાં 5% અને 18% ના બે મુખ્ય દર નક્કી કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે 12% અને 28% ના સ્લેબ દર દૂર કરવાનો પણ વિચાર કરવામાં આવશે.સીન ગૂડ્સ અને વૈભવી, ગેરલાભકારી વસ્તુઓ માટે 40% નો ખાસ દર લાગુ કરી શકાય છે. બેઠકમાં રિટર્ન ફાઇલિંગ, રિફંડ અને પાલનના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત છે.
આ સાથે, વૈભવી અને સીન વસ્તુઓ પર 40% નો ખાસ દર લાદવામાં આવશે. GST સુધારાથી નાના ગ્રાહકો અને ઉદ્યોગો પર કરનો બોજ ઓછો થવાની અપેક્ષા છે. આ નિર્ણય ઓક્ટોબરથી લાગુ થનારા આગામી પગલાંની તૈયારી છે.
