સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં ધારીના પૂર્વ MLA, અમરેલીના પૂર્વ SP, PI સહિત 14ને આજીવન કેદ,જાણો શું છે સમગ્ર મામલો
સૌરાષ્ટ્ર નહીં બલ્કે આખા ગુજરાતને હચમચાવી નાખે તેવો કિસ્સો 2018માં બનવા પામ્યો હતો. સુરતના બિલ્ડરનું અપહરણ કરી તેની પાસેથી 12 કરોડની રકમના બિટકોઈન તેમજ પાંચ કરોડની રોકડ પડાવી લેવાનો ગુનો નોંધાતા જ ધારીના પૂર્વ ધારાસભ્ય, અમરેલીના પૂર્વ જિલ્લા પોલીસ વડા, LCBના તત્કાલિન PI સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો સાત વર્ષે ચુકાદો આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન સજાનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ગુનાની વાત કરવામાં આવે તો 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. શૈલેષ ભટ્ટે 2018માં જ બિટ કનેક્ટ નામની કંપનીના હોદ્દેદારો તેમજ કર્મચારીઓનું અપહરણ કરી તેમની પાસેથી 2021 બિટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.50 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ પૈસા શૈલેષ ભટ્ટ પાસે પડ્યા હોવાની જાણ થતાં જ તે સમયના ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા તેમજ વકીલ કેતન પટેલે શૈલેષનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી પ્લાનમાં સીબીઆઈના PI સુનિલ નાયરની પણ એન્ટ્રી થઈ હતી.
આ પણ વાંચો : ‘પતિ પત્ની ઔર વો 2’ના સેટ પર બબાલ : પ્રયાગરાજમાં સ્ટાફ સાથે મારપીટ,આયુષ્માન-સારાનો ઝધડો પણ VIDEOમાં કેદ
ત્યારબાદ નલિન કોટડિયાએ સમગ્ર કાવતરાની જાણ એ સમયના અમરેલીના એસપી જગદીશ પટેલને કરતા એસપી પણ તેમાં સામેલ થઈ ગયા હતા અને નલિન કોટડિયાના કહેવાથી જ શૈલેષ ભટ્ટને ત્યાં દરોડો પડાવ્યો હતો. પ્લાનિંગ પ્રમાણે શૈલેષને ઉઠાવી લેવાયો હતો અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઈન તેમજ રોકડ રકમ પડાવી લેવાની ફરિયાદ ખુદ શૈલેષ ભટ્ટે જ કરતા તેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે એક બાદ એક ધરપકડ કરવાનું શરૂ કરતા સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકારણમાં તોફાન આવી ગયું હતું. જો કે નલિન કોટડિયાની ધરપકડ થતા જ એક બાદ એક ટોચના લોકોના નામ સામે આવવા લાગ્યા હતા. આ કેસ સાત વર્ષ સુધી ચાલ્યા બાદ આખરે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં કાર્યરત એસીબીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન સજા ફટકારી હતી.
આ પણ વાંચો : પિતા બન્યા પછી સિદ્ધાર્થ મલ્હોત્રાનું શેડ્યૂલ બદલાયું : એક્ટરે કહ્યું,’ ડાયપર પણ બદલે છે,દીકરી જન્મ બાદ નિભાવે છે આ જવાબદારી
શૈલેષ ભટ્ટે અપહરણ કરીને ‘ખેલ’ પાડ્યો ’ને પછી તેનું જ અપહરણ થયું..!
આ આખાયે કાંડની શરૂઆત સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી શરૂ થઈ હતી. શૈલેષ ભટ્ટનું બિટકોઈનમાં જંગી રોકાણ હતું. જો કે બીટ કનેક્ટ કંપનીમાં તેને સવા કરોડ
રૂપિયા જેવી ખોટ આવતાં તેણે કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરી પૈસા પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં તે સફળ પણ થયો હતો. જો કે શૈલેષના આ કારનામાની જાણ નલિન કોટડિયા, કેતન પટેલ સહિતનાને થઈ જતાં તેમણે શૈલેષનું અપહરણ કરીને પૈસા પડાવી લેવાનું કાવતરું બનાવ્યું હતું અને તેમાં ટોચના લોકોને સામેલ પણ કર્યા હતા. શૈલેષે બે ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ સહિતના સામે હતી જ્યારે બીજી ફરિયાદ સીબીઆઈના તત્કાલિન PI સુનિલ નાયર વિરુદ્ધ કરી હતી જેમાં તેની સામે 4.60 કરોડ રૂપિયા લાંચ પેટે લીધા હોવાના આક્ષેપ કરાયા હતા.
કોને કોને મળી આજીવન કેદની સજા
અનિત પેટા-LCBના પૂર્વ PI, કે તને પહેલ વિકાલ ઓપીસ વિજય વાઢેર, સંજય પદમાણી, નૂર મહમ્મદ સીરમાણી, બાબુ ડેર, પ્રતાપ ડેર, જગદીશ ઝનકાંત, મયુર માંગરોળિયા, સુરેશ ખુમાણ, ઉમેદ મહેતા, કિરીટ પાલડિયા.
