VIDEO : પધારો મ્હારે દેશ…વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા : જાપાની મહિલાઓએ ગાયત્રી મંત્ર-રાજસ્થાની ગીતોથી કર્યું સ્વાગત
ટ્રમ્પના ટેરિફ હૂમલા વચ્ચે વડાપ્રધાન મોદી જાપાન અને ચીનની યાત્રા માટે ગુરુવારે રાત્રે રવાના થયા હતા. ટોકિયોમાં એમનું ભવ્ય સ્વાગત થયું હતું. તેઓ બે દિવસ જાપાનમાં રહ્યા બાદ સીધા ચીને જશે. મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનમાં રહેશે. 29-30 સુધી ટોકિયોમાં યોજાયેલ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં તેઓ ભાગ લેશે.
ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત
Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B
— Narendra Modi (@narendramodi) August 29, 2025
પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ટોક્યોના હાનેડા એરપોર્ટની તસવીરો શેર કરી અને લખ્યું કે ભારત અને જાપાન તેમના વિકાસલક્ષી સહયોગને સતત મજબૂત બનાવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન શિગેરુ ઇશિબા અને અન્ય નેતાઓને મળવા માટે આતુર છે. મોદીએ આશા વ્યક્ત કરી કે આ મુલાકાત બંને દેશો વચ્ચેની હાલની ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સહયોગ માટે નવી તકો ખોલશે.
ગાયત્રી મંત્ર, રાજસ્થાની પોશાક… જાપાનના લોકોએ કર્યું સ્વાગત
વડાપ્રધાનની દરેક વિદેશયાત્રામાં જે-તે દેશના સમુદાય દ્વારા વિવિધ રીતે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ભારતીય પ્રવાસી સમુદાયે જાપાનમાં આગમન પર પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જાપાની સમુદાયના લોકોએ ગાયત્રી મંત્ર અને અન્ય મંત્રોચ્ચાર કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. રાજસ્થાની પોશાક પહેરેલા જાપાની લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે રાજસ્થાની લોકગીતો ગાયા હતા.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Tokyo, Japan. He is on a two-day visit to Japan at the invitation of Japanese PM Shigeru Ishiba to participate in the 15th India-Japan Annual Summit.
— ANI (@ANI) August 29, 2025
(Source: DD News) pic.twitter.com/GF1JvX9mJf
પીએમ મોદીની જાપાન મુલાકાત કેમ મહત્વપૂર્ણ ?
પીએમ મોદીની મુલાકાત દરમિયાન જાપાન આગામી દસ વર્ષ માટે ભારતમાં 10 ટ્રિલિયન યેન (લગભગ બમણું) ખાનગી રોકાણની જાહેરાત કરી શકે છે. આ 2022 માં નિર્ધારિત 5 ટ્રિલિયન યેન લક્ષ્ય કરતાં ઘણું મોટું પગલું હશે. જાપાન મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું મોટું સમર્થક છે અને મારુતિ સુઝુકી હવે ભારતમાંથી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ પણ શરૂ કરી રહી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન જેવો મોટો પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેની ભાગીદારીનું ઉદાહરણ છે. આ ઉપરાંત, ભારત અને જાપાન સેમિકન્ડક્ટર, દુર્લભ ખનિજો અને સ્વચ્છ ઉર્જા પુરવઠા માટે એક નવું આર્થિક સુરક્ષા માળખું બનાવવા માટે સંમત થઈ શકે છે.
આ પણ વાંચો : બાહુબલી બેટરી અને AC જેવી કૂલિંગવાળો સ્માર્ટફોન : સિંગલ ચાર્જમાં 3 મહિના સુધી ચાલશે,જાણો Realmeના આ સ્માર્ટફોનની ખાસિયત
મોદી અને શી જિનપિંગ વચ્ચે રવિવારે દ્વિપક્ષીય મુલાકાત થશે
આ મુલાકાત દરમિયાન ટ્રેડ, અને રોકાણ તથા સંરક્ષણ અને સલામતી તેમજ સાયન્સ-ટેક્નોલોજી જેવા મહત્વના મુદ્દે બંને નેતાઓ ચર્ચા કરી કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર કરી શકે છે. ત્યારબાદ વડાપ્રધાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે. મોદી લગભગ 7 વર્ષ પછી ચીન જઈ રહ્યા છે. મોદી અને શી જિનપિંગ વચ્ચે રવિવારે દ્વિપક્ષીય મુલાકાત થશે. આ તકે રશિયાના પ્રમુખ પુતિન સાથે પણ એમની અલગથી બેઠક થવાની સંભાવના છે. ટેરિફ વોર વચ્ચે ચીન અને રશિયાના નેતાઓ સાથે વડાપ્રધાનની આ મુલાક્ત ઘણી મહત્વની બની રહેશે.
