આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત
જય ગણેશ..જય ગણેશદેવા…. રાજકોટવાસીઓ આજે શ્રીજીનું ધામધૂમથી સ્વાગત કરશે. શહેરમાં ઠેર ઠેર બાપ્પાના આગમનને વધાવવા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલતી હતી.આજથી કઈ 11 દિવસ સુધી ગણપતિ બાપ્પાનો નાદ ગુંજશે.
રાજકોટમાં ત્રીકોણબાગ કા રાજા, સર્વેશ્વર ચોક કા રાજા, જે. કે. ચોક કા રાજા, સ્પીડવેલ ક રાજા સહિત 200થી વધુ જગ્યાએ ગણપતિ બાપાનું મંગલ સ્થાપન થશે. સવાર સાંજ આરતી, પૂજા,પ્રાર્થના સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંગલમૂર્તિને દરરોજ વિવિધ નયનરમ્ય શણગાર અને સ્પર્ધા, દાંડિયા રાસ, મનોરંજક પ્રોગામ યોજાશે. આજે બાળાઓ દ્વારા સામૈયું, ઢોલ નગારાનાં નાદ સાથે વાજતે ગાજતે ગણપતિજીનું સ્થાપન કરાયું છે.
આ પણ વાંચો :લકઝરી કાર, મોટા ઘર સહિત આ વસ્તુઓ પર લાગી શકે છે 40% GST : જાણો શું થઈ શકે છે ફેરફાર
આજે ગણેશચતુર્થીએ ઘરે ઘરે ગણેશજીનું સ્વાગત સાથે આરતી અને બાપ્પાને મોદક પ્રસાદ ઘરાશે.આજે રવિ, સર્વાર્થ સિદ્ધિ અને લક્ષ્મીનારાયણ જેવા ઘણા શુભ યોગ બની રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિના દેવતા નો પ્રિય વાર પણ બુધવાર હોય અને આ વખતે બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થતો હોવાથી તેનું મહત્વ પણ વધારે છે. તા.27-8થી તા. 07-09 સુધી શહેર શ્રીજીમય બનશે.
ગણેશ પૂજનના શુભ મુહૂર્ત (27 ઓગસ્ટ):
સવારે 06:25 થી 09:30
બપોરે 03:55 થી 08:35
રાત્રે 10:15 થી 11:45
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58 થી 09:30
બપોરે 12:40 થી 05:15
સાંજે 06:55 થી 08:25
