‘મે તારો ઉપયોગ કરવા માટે જ સબંધ રાખ્યો હતો’ રાજકોટમાં વિધર્મી યુવકે યુવતી પર વારંવાર ગુજાર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરના માલવિયા નગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી સાથે કોલેજમાં સાથે અભ્યાસ કરતા વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચય બાદ ‘મે તારો ઉપયોગ કરવા માટે જ સબંધ રાખ્યો હતો’ તેવું કહી તરછોડી દેતાં ભોગ બનનારે માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં તે શહેરની એક કોલેજમાં BSCIનો અભ્યાસ કરતી હોય દરમિયાન સાથે અભ્યાસ કરતો અને જંલેશ્વરમાં રહેતો મોઈન ઈમ્તીયાઝભાઈ ધાનાણી સાથે પરિચયમાં આવી હતી બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં બંધાઈ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં 13 વર્ષની બાળકીને ફસાવી નોનવેજના ધંધાર્થીએ આચર્યું દુષ્કર્મ : રાત્રે 3 વાગ્યે પોતાના ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો
દરમિયાન મોઈન તેણીને કુવાડવા રોડ પર આવેલી એક હોટેલમાં લઈ ગયો હતો અને અહીં તેણીને સબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડી હતી જેથી આરોપીએ લગ્ન કરશે તેવું કહીને સબંધ બાંધ્યો હતો. જે બાદ પોતાની હવસ સંતોષવા આરોપી જુદી-જુદી હોટલમાં જઈ દુષ્કર્મ આચરતો હતો થોડાક મહિના બાદ આચનક મોઈને ભોગ બનનારને તરછોડી દીધી હતી.
આ પણ વાંચો : અંબાણીના વનતારાને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ : SITની કરી રચના, જાણો શું છે સમગ્ર મામલો, કયા મુદ્દા પર થશે તપાસ?
દરમિયાન બંને વિરાણી ચોક પાસે આચનક ભેગા થઈ જતા યુવતીએ લગ્ન કરવાનું કહેતાં મોઈને કહેલ કે મારે તારી સાથે લગ્ન કરવા નથી અને મારે તારી સાથે કોઈ પ્રેમ સંબંધ ન હતો મે તો તારો ઉપયોગ કરવા માટે જ તારી સાથે સંબંધ રાખેલ હતો હુ તારી સાથે લગ્ન કરીશ નહી તારે જે કરવુ હોય તે કરી લે આ વાતનું લાગી આવતા યુવતીએ ઘરે આવીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી મોઈનની ધરપકડ કરી છે.
