રિલાયન્સ: નવા સાહસનું અનંત આકાશ
એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાતો, અનેક નવી સેવાઓ શરૂ થશે, ઈશા, અનંત અને આકાશ બોર્ડમાં આવ્યા, નીતાબેન ખસી ગયા
આજે મુંબઇમાં મળેલી રિલાયન્સની વાર્ષિક સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ અનેક નવી સેવાઓની જાહેરાત કરી હતી. ઘર અને ઓફિસોમાં હવે એર ફાઈબર કામ કરશે. જીયો એર ફાઈબરનું પાછલા વર્ષે જ લોન્ચિંગ થયું હતું. તેને ગણેશ ચતુર્થીના દિવસે વેચાણમાં મુકાશે.
સાથોસાથ બોર્ડમાં અનંત, આકાશ અને ઈશા અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નીતા અંબાણી બોર્ડની બહાર થઈ ગયા છે.
અંબાણીએ કહ્યું હતું કે જિયો 5 જી દેશના 96 ટકા શેહરોમાં પોહચી ચૂક્યું છે. 2023 ના ડિસેમ્બરના અંત સુધી દેશના બધા જ વિસ્તારોમાં પોહચી જશે. જિયો નેટવર્ક પર 1 સેકંડમાં એક ડિવાઇસ જોડાઈ રહ્યા છે. જિયો સાથે 5 કરોડ 5 જી યુઝર્સ જોડાયા છે.
જિયો ફાઈબર એટલે કે ઓપ્ટિકલ ફાઈબર માળખું પૂરા ભારતમાં 15 લાખ કિમી સુધી ફેલાઈ ગયું છે તેમ અંબાણીએ જણાવ્યું હતું. આ ઊપરાંત જિયો સ્માર્ટ હોમ સર્વિસ હેઠળ સ્માર્ટ ફોનથી તમે હોમ નેટવર્કને કંટ્રોલ કરી શકશો.
એ જ રીતે જિયો ભારત ફોન એટલે કે જિયો ભારત વી-2 મારફત 25 કરોડ ટુ જી ગ્રાહકોને 4 જી નેટવર્ક ઊપર લાવવામાં આવશે. જિયો ભારત વિ -ટૂ માટે કંપનીએ બે પ્રીપેડ પ્લાન પેશ કર્યા છે. જિયો ભારત ફોનના ફીચર્સ પણ આજે જાહેર કરાયા હતા.
જિયો એર ફાઈબર
એરફાઈબર મારફત ગ્રાહકોને વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ મળશે. આ વાયરલેસ ડિવાઈસનો ઘર ઊપરાંત ઓફિસ માટે પણ ઊપયોગ કરી શકાશે. તે એક વાયરલેસ ડોંગલ છે. બ્રોડબેન્ડ સર્વિસથી 2 જીબીપીએસ સુધી અલ્ટ્રા ફાસ્ટ સ્પીડથી ઈન્ટરનેટ મળશે. આ જિયો એરફાઈબર દિવાઇસને કંપનીએ પેહલા લોન્ચ કરાયેલ વાઇફાઈ ડિવાઇસ જિયો ફાઇના એડવાંન્સ વર્ઝન તરીકે પેશ કર્યું છે.
જિયો સ્માર્ટ હોમ સર્વિસ
જિયો સ્માર્ટ હોમ સર્વિસ હેઠળ ગ્રાહકો સ્માર્ટ ફોનથી જિયો હોમ નેટવર્ક કંટ્રોલ કરી શકશે. એ આઈ પાવર્ડ ટેકનિક પણ તેમાં મદદ કરશે. મેલ વેર લિન્ક વિષે ચેતવણી આપશે. જિયો હોમ મારફત તમે ઘરના લોકો અથવા મહમાનો માટે વાઇફાઈ એક્સેસ રોકી શકશો અને એક્સેસ આપી શકશો. જિયો હોમ એપથી સ્માર્ટ ફોનને રમત કંટ્રોલએર જેમ પણ વાપરી શકશો.
જિયો ભારત ફોન
જિયો ભારતને દેશનો સૌથી સસ્તો 4 જી ફોન કહવાય છે. જિયો ભારત વિ-ટૂ ની કિમત રૂપિયા 999 રખાઇ છે. કંપનીએ 2 જી મુક્ત ભારતનો નારો દીધો છે. વિ-ટૂ મારફત 25 કરોડ 2 જી ગ્રાહકોને 4 જી નેટવર્ક ઊપર લાવવામાં આવશે. તેનું વેચાણ પહલાથી જ થઈ રહ્યું છે.