800 કરોડનાં CSR કૌભાંડનો પર્દાફાશ : અમદાવાદ, મથુરા અને ભીલવાડાનાં ત્રણ ટ્રસ્ટની સંડોવણી
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત સહિત છ રાજ્યોના 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને સીએસઆર (CSR) ફંડમાં ઉચાપત કરી 800 કરોડનાં કૌભાંડ પરથી પર્દાફાશ કર્યો છે. ઈન્કમટેક્સ કલમ 135 હેઠળ ફરજિયાત દાનનો દુરુપયોગ કરનાર સંસ્થાઓ સામે તવાઈ ઉતારી હતી.
ITના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ્રાનાં આવકવેરા વિભાગએ 19 ઓગસ્ટથી ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં દરોડા પાડયા હતા. આ જટીલ નેટવર્કનો પર્દાફાશ કરતી વેળાએ આવકવેરાનાં અધિકારીઓ સામે આવ્યું હતું કે જે દેશની બહાર જેમકે હોંગકોંગ સિંગાપુર મલેશિયા ચીન વગેરે દેશોમાં 10,000થી વધુ કરોડથી વધુ ઉઘરાણું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ભારત સમુદ્રમાં રાજા બનશે! ઘાતક સબમરીનો બનાવશે, 3 સપ્તાહ સુધી પાણીમાં અદ્રશ્ય રહીને દુશ્મનોને તબાહ કરશે
આ નેટવર્કમાં અમદાવાદમાં રાગિણીબેન બીપીનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટ, મથુરામાં જન જાગૃતિ સેવા સંસ્થા, ભીલવાડામાં ડો.બ્રિજમોહન સપૂત કલા સંસ્કૃતિ સેવા સંસ્થા આ ત્રણ ટ્રસ્ટ 800 કરોડનાં સી.એસ.આર.દાનની કથિત રીતે ઉચાપતમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ આ કરચોરીમાં વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, શેલ કંપનીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ડાયમંડના વેપારીઓની સંડોવણી સામે આવી છે.
