20 દિવસમાં ઇન્કમટેક્સ રિટર્નની ડેડલાઈન : 40% રિટર્ન ભરવાનાં હજુ બાકી, મુદત વધારવા માગ
ચાલુ નાણાંકીય વર્ષ 2025-2026 માટે સરકારે અગાઉથી સમયમર્યાદા વધારી આપી છે પણ સાઈટમાં ટેકિન્કલ ભૂલ અને ધીમી પ્રોસેસનાં કારણે માંડ 40% રિટર્ન ફાઇલ થઈ શક્યા છે.જેમાં આજની તારીખે 3,35,86,431 રિટર્ન ફાઇલ થયાં છે.
આ વર્ષે 29 મેથી ITR સત્તાવાર રીતે ફાઇલિગ શરૂ થયું હતું, ત્યારથી આજ દિવસ સુધીમાં 3.35 કરોડ રિટર્ન ફાઈલ થયા છે.આઈ. ટી.ની વેબસાઈટ મુજબ 3.20 કરોડ રિટર્ન વેરીફાઇડ થયા છે. 3 મહિનામાં કુલ ફાઇલ રિટર્ન 40 ટકા સુધી પહોંચ્યા નથી.અત્યાર સુધીમાં સરકાર દ્વારા 1,13,66,260 રિટર્નની ચકાસણી થઈ છે, જે ફાઇલ કરેલા રિટર્નનાં 40 ટકા પણ નથી.ઈન્કમટેક્સએ આ વર્ષે 29 મેનાં રોજ ITR -1 અને 4 માટે એકસલ યુટીલિટીઝ બહાર પાડી હતી.જેમાં 2 મહિનાનો વિલંબ થયો હતો.

સરકાર દ્વારા 27 મે નાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે જે કરદાતાઓને તેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી એટલે કે નિયમિત કરદાતાઓ 15 સપ્ટેમ્બર સુધી તેમનું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે. મૂળ સમય મર્યાદા 31 જુલાઈ હતી તેમાંથી વધારીને 15 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા હજુ સુધી સુચિત તમામ આઈટીઆર સેવન ફોર્મ માટે UTVT રિલીઝ કરવાની બાકી છે.
IT રિટર્ન ભરવામાં 26 AIS ફોર્મ ડાઉનલોડ થતાં નહિ હોવાની ફરિયાદો
ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના આજે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સર્વરની સમસ્યાથી કરદાતાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું 26 AIS ફોર્મ ડાઉનલોડ થતું નહિ હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ રિટર્ન ભર્યા બાદ અપલોડ કરવા માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. 15 સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેક્સ ભરવાનું રહેશે ત્યારબાદ રિટર્ન ભરનારાઓ પાસેથી 5000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે.
આ પણ વાંચો : એશિયા કપ પહેલા DREAM-11 એ લીધો મોટો નિર્ણય : ટીમ ઈન્ડિયાને સ્પોન્સર કરવાનો કર્યો ઈનકાર
IT રિટર્ન ફાઇલ માટેની મુદત વધારવા માંગણી ઉઠી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક કમિટીએ ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટેની તારીખ વધારવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે રિટર્નની યુટીલીટી મોડી જાહેર થઈ છે. ઈ છે. પોર્ટલ પર ટેકનિકલ ખામીઓ અને નાના કોર્પોરેટ એકમો માટે નવા ફોર્મેટમાં હિસાબી નિકાલ તૈયાર કરવાની ફરજ તથા ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે તહેવારનો સમયગાળો હોવાથી રિટર્ન ફાઇલ કરવા માટેની નવી તારીખની માંગણી કરી છે.
