એટ્રોસિટી કેસમાં મહિલા Dy.SPએ દોઢ લાખની લાંચ માંગી : ACBની ટ્રેપ, હેડ કોન્સ્ટેબલને શંકા જતા નાણાં સ્વીકાર્યા વગર જ થયો ફરાર
તાપીના વ્યારામાં SCST સેલના DYSP તરીકે ફરજ બજાવતાં મહિલા અધિકારી અને તેના રાઈટર એવા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ દોઢ લાખની લાંચ માગ્યા બાદ ACBએ ટ્રેપ ગોઠવી બન્ને સામે ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે ACB દ્વારા DYSP નીકિતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામીત સામે ગુનો દાખલ કર્યો હતો. DYSP નીકિતા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રએ એટ્રોસિટી એક્ટ તેમજ દહેજ વિરોધી કાયદા હેઠળ ધરપકડ નહીં કરવાના બદલામાં ચાર લાખની લાંચ માંગી હતી. જો કે રકઝક બાદ દોઢ લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કરાયું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં : ખોટા NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફ્ટકારવાની જવાબદારી પરવાનેદારોને સોંપતા ભારે વિરોધ
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ કેસના ફરિયાદી તેમજ તેના પરિવારજનો અને બે મિત્રો મળી કુલ આઠ લોકો સામે કાકરાપાર પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ તેમજ દહેજ વિરોધી કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. આ પછી DYSP નીકિતા વતી તેના રાઈટર નરેન્દ્રએ ફરિયાદીના મિત્રો તેમજ પરિવારજનોની ધરપકડ નહીં કરવા અને હેરાન નહીં કરવાના બદલામાં લાંચ માંગી હતી.
ફરિયાદીએ ACBને જાણ કરતાં ACBએ ટ્રેપ ગોઠવી ફરિયાદ જ્યાં રહે છે તે એલ એન્ડ ટી કોલોની બહાર રસ્તા ઉપર ટ્રેપ ગોઠવી હતી. જો કે ખાનગી ગાડી લઈને લાંચની રકમ લેવા આવેલા નરેન્દ્ર ગામીતને શંકા જતાં તેણે પૈસા લીધા વગર જ પોતાની ગાડી ભગાવી મુકતા DYSP અને રાઈટર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
