મુંબઈમાં ભારે વરસાદથી હવાઈ સેવાને અસર : 2 દિવસમાં રાજકોટની 8 ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા,મુસાફરો પરેશાન
મુંબઈમાં ભારે વરસાદની પગલે ટ્રેનસેવા અને ફ્લાઇટને પણ અસર પડી છે. ગઇકાલે પણ રાજકોટ આવતી 4 ફ્લાઇટ મોડી પડી હતી ત્યારે આજે પણ ઇન્ડિગો અને એર ઈન્ડિયાની ફલાઈટ મોડી પડી હતી. મુંબઈમાં ભારે વરસાદને પગલે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે 2 દિવસમાં 8 ફ્લાઇટ મોડી થઈ હતી.

2 દિવસમાં મુંબઈથી રાજકોટ આવતી 8 ફ્લાઇટ મોડી
મુંબઈમાં વરસાદને કારણે આજે મુંબઈથી રાજકોટ આવતી 6E-5142 ફલાઇટ 50 મિનિટ મોડી છે. બપોરે 1.15 કલાકે અને સાંજે 6.20 કલાકે આવતી 6E-274 35 મિનિટ લેઈટ રાજકોટ આવશે. ત્યારે 2 દિવસમાં મુંબઈથી રાજકોટ આવતી 8 ફ્લાઇટ મોડી થઈ હતી.
મંગળવારે 4 ફ્લાઇટનું શેડ્યુઅલ ખોરવાયું
મંગળવારે સવારે 8.15 વાગ્યે મુંબઈથી ટેકઓફ થઈ 9 વાગ્યે ફલાઇટ તેમજ સાંજે છ વાગ્યે ઉડાન ભરતી એર ઇન્ડિયા તેમજ ઇન્ડિગોની સાંજની ફલાઇટએ 2 કલાકથી વધુ મોડી ઉડાન ભરી હતી. ગઈકાલે મુંબઈ માટેની ફ્લાઈટ પેસેન્જર્સને લઈને રાજકોટ આવી હતી.
પરંતુ મુંબઈમાં ભારે વરસાદ ના કારણે હીરાસર એરપોર્ટ રોકાવી દેવી પડી હતી. તહેવારોના લીધે પેસેન્જરોની સંખ્યામાં વધારો થયો છે રાજકોટ એરપોર્ટ પરથી જન્માષ્ટમીની રજામાં દરરોજ ૩,૦૦૦ જેટલા પેસેન્જરોનું આવાગમન નોંધાયું છે.
