ઇન્ટરનલ વૉર? એડિ. ડી.જી. અભયસિંહ ચુડાસમા સામે કઢાઈ રૂ.7.92 લાખની રિકવરી! જાણો શું છે સમગ્ર મામલો
રાજ્ય સરકારની ગુડબુકમાં મનાતા એવા સિનિયર આઈપીએસ ઓફિસર કરાઈ પોલીસ તાલીમ અકાદમીના વડા એડિ. ડી.જી. અભયસિંહ ચુડાસમાને સરકારી વાહનનો અંગત ઉપયોગ કરવા બદલ ઇંધણ ખર્ચ પેટે 7.92 લાખ રૂપિયા જેવી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા માટે ગાંધીનગર એમ.ટી. વિભાગના એસ.પી. મનીષસિંઘ દ્વારા લેખિત પત્ર મોકલાતા રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગી છે. બન્ને અધિકારીઓ વચ્ચે ઇન્ટરર્નલ વોરને કારણે એકબીજા સામે દાવપેચ ચાલી રહ્યાની પણ ચર્ચા છે.
સરકારના સાવ નજીકના IPS ઓફિસર્સ પૈકીનાઓમાના ગણાતા અને જેઓ સરકારના એક સમયના ટ્રબલ શૂટર મનાતા હતા એવા સિનિયર આઈપીએસ ઓફિસર અભયસિંહ ચુડાસમા બેક વર્ષથી કરાઈ અકાદમીમાં પ્રિન્સિપાલ તરીકે ६२४ બજાવે છે. તેઓ અમદાવાદ રહે છે અને નિવાસસ્થાન અમદાવાદ થી ફરજસ્થળ કરાઈ ગાંધીનગર આવવા માટે સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાની અને જેટલા કિલોમીટર અંગત ઉપયોગ કરાયો તે મુજબ સરકારી ઇંધણનો અંદાજે 7.92 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
ગાંધીનગરમાં મોટર ટ્રાન્સપોર્ટ (એમ.ટી.) વિભાગના SP મનીષસિંઘ દ્વારા એડીજીને આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવા પત્ર લખાયો છે. આ લેટર પાછળ વાત જૂની હોવાની ચર્ચા છે. ૬ વર્ષ પૂર્વે 2019માં જ્યારે મહેસાણા SP તરીકે 2013ની બેચના આઈપીએસ મનીષસિંઘ હતા ત્યારે રેન્જ આઈજી તરીકે અભયસિંહ ચુડાસમા હતા. તેમણે જે તે સમયે કોવિડ પિરિયડમાં મહેસાણા પોલીસને જમાડવાના બનેલા 14 લાખથી વધુના બિલ બાબતે તેમજ કડી પોલીસ મથકના કબજામાં રહેલા લાખોના વિદેશી દારૂની ચોરી જેવા મામલે ઈન્ક્વાયરી સાથે સરકારને રિપોર્ટ કર્યો હતો. જે તે સમયે મહેસાણા SPથી હટાવી મનીષસિંઘને સરકાર દ્વારા દાહોદ એસઆરપી કમાન્ડન્ટ તરીકે મૂકી દેવાયા હતા.
આ પણ વાંચો : સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ ફરજિયાત : પહેલી સપ્ટેમ્બરથી શરુ થશે અમલ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો
મહેસાણા SP પૂર્વે પણ ઉત્તર પ્રદેશના વતની મનીષસિંઘ કોઈને કોઈ બાબતે વિવાદમાં રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે તેમણે જે રીતે સિનિયર અને સરકારના નજીક હોવાની છાપ ધરાવતા આઈપીએસ કે જેઓ હવે રિટાયર્ડ થવાના આરે છે તેમની સામે 7.92 લાખ રૂપિયા જમા કરાવવાનો પત્ર લખ્યો હોવાની વાતે IPS લોબીમાં પણ ભારે હલચલ મચાવી છે.
