વૈશ્વિક વ્યાપાર સમુદાયને બિઝનેસ-20 શિખર સંમેલનમાં વડાપ્રધાને કર્યું સંબોધન, ભારત સાથે દોસ્તી પ્રગતિ ની ગેરંટી
ભારતમાં દુનિયાના સૌથી યુવા ટેલેન્ટ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિઝનેસ-20 શિખર સંમેલનને સંબોધન કર્યું હતું. વૈશ્વિક વ્યાપાર સમુદાય સાથે સંવાદ કરીને એમને કહ્યું હતું કે આજે ભારતમાં દુનિયાના સૌથી વધુ યુવા ટેલેન્ટ છે.
દુનિયાભરમાંથી આવેલા વ્યાપારિક નેતાઓ , નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોદીએ કહ્યું કે આજે ભારત ડિજિટલ ક્રાંતિનો ચેહરો બની ગયું છે. ભારત સાથે તમારી દોસ્તી જેટલી મજબૂત બનશે એટલો જ ફાયદો બંને બાજુ થાશે.
એમને વધુમાં કહ્યું હતું કે વ્યવસાય સંભાવનાઓને સમૃધ્ધિમા બદલી શકે છે એજ રીતે અવરોધોને અવસરમાં અને આકાંક્ષાઓને ઊપલબધીમાં ફેરવી શકે છે. વ્યવસાય બધા માટે પ્રગતિ નિશ્ચિત કરે છે.
ચંદ્રયાનની સફળતા અંગે વડાપ્રધાને કહ્યું હતું કે તમે બધા બિઝનેસસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે અમારે ત્યાં ઊત્સવ ચાલી રહ્યો છે. 23 ઓગસ્ટથી જ ઊત્સવ શરૂ થઈ ગયો છે. જવાબદાર અંતરીક્ષ કાર્યક્રમ ચલાવવા બદલ ઊત્સવ ચાલી રહ્યો છે.
આ ઊત્સવ દેશની પ્રગતિને ગતિ દેવા માટે છે અને અંતરીક્ષ ટેક્નોલોજીના માધ્યમથી સ્થિરતા અને સમાનતા લાવવાનો છે. આ વખતે તહવારોની સિઝન 23 ઓગસ્ટથી જ શરૂ થઈ ગઈ છે.