અમદાવાદના યુવક પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડની ધરપકડ : તલાલા પોલીસે 6 લોકોને પકડી પાડ્યા
સત્તત વિવાદોમાં રહેતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.થોડા દિવસો પહેલા જ ગીરના જંગલમાં મોરેમોરો દીધાના સમાચાર સામે આવ્યા હતા જેમાં તાલાળામાં અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો જે પછી તે ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામેલ પોલીસ દ્વારા સાહિત્યકાર દેવાયત ખવડની દુધઈ ગામેથી ધરપકડ કરવામાં આવી છે.
6 લોકોની પોલીસે કરી ધરપકડ
દેવાયત ખવડે 12 ઓગસ્ટના રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામે મોરેમોરો દીધો હતો. દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.ત્યારે આ મામલે પોલીસ દ્વારા દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર આ ઘટના તાલાલા ગીરના ચિત્રોડ ગામની છે જ્યાં દેવાયત ખવડે મોરેમોરો દીધો હતો.જૂની અદાવતમાં ડાયરા કલાકારની ફોર્ચ્યુનરની કિયાને ટક્કર મારવામાં આવી હતી જેમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા હતા ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો 11 ઓગસ્ટે ચિત્રોડ ગામે ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા.આ માહિતી દેવાયત ખવડ અને તેમના માણસોને મળી હતી. ત્યાર બાદ દેવાયત ખવડ સહિતના લોકોએ ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરીને ઝઘડો કર્યો હતો.
ધ્રુવરાજસિંહે ગીરમાં હોવાનું સ્ટેટ્સ મુકતા તેની રેકી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેવાયત ખવડ અને તેના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયાને કારને ટક્કર મારી હતી. જેમાં કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી જેના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર છે.
ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા હાલ ઘટનાસ્થળથી 500 મિટર દૂર આવેલા ચિત્રોડ પાટિયા પરના CNG પંપના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની બે ફોર્ચ્યુર કાર તલાલા બાજુ જતી જોવા મળી હતી. પોલીસે ફોર્ચ્યુર કારનું આગળનું લોકેશન મેળવવા માટે તાલાલા રોડના વધુ સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત દેવાયત ખવડ અને તેમના સાગરિતોને પકડવા કવાયત હાથ કરી હતી.
આ પહેલા પણ દેવાયત ખવડ પર હુમલો થયો હતો
અગાઉ જોયા મુજબ દેવાયત ખવડ કોઈને કોઈ વિવાદમાં રહેતા જ હોઈ છે. કા તો શાબ્દિક યુદ્ધ કે તો એમના ડાયલોગ મુજબ મોરેમોરો! અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જો કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયત ખવડે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન રહ્યા, જેથી આયોજકો રોષે ભરાયા હતા. આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાયત ખવડ પર હુમલો કરાયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટમાં દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ
રાજકોટમાં પણ દેવાયત ખવડ વિવાદમાં આવી ચુક્યા છે બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ઘટનાના 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો
