લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ જ ગણાઈ : દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો
દુષ્કર્મ દિલ્હી હાઇકોર્ટ ચુકાદો આપતા જણાવ્યું હતું કે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર જ છે. એક અરજી પર સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો આરોપીને પહેલાથી ખબર હોય કે કોઈ પણ સંજોગોમાં લગ્ન અશક્ય છે અને તે હજુ પણ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો છે, તો તેને ગુનો ગણવામાં આવશે.
કોર્ટે જામીન મેળવનાર આરોપીને દોષિત ઠેરવ્યો.હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને કહ્યું કે ફક્ત જાતીય ઇચ્છા પૂરી કરવા માટે પીડિતાને આવું વચન આપવું એ ગુનો છે. આવા કેસો બળાત્કારની શ્રેણીમાં આવે છે.
શું છે સમગ્ર મામલો ??
લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સા અદાલત સમક્ષ આવત હોય છે ત્યારે આ કિસ્સો પણ એવો જ હતો જેમાં એક વ્યક્તિ પર એક મહિલા સાથે લાંબા સમય સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધવાનો અને દર વખતે જલ્દી લગ્ન કરવાનો વાયદો કરવાનો આરોપ હતો. નીચલી અદાલતે આરોપીને એ આધાર પર નિર્દોષ જાહેર કર્યો હતો કે ફરિયાદ ઘટનાના અઢી વર્ષ પછી દાખલ થઈ હતી, પીડિતાએ તરત ફરિયાદ કરી નહોતી, મેડિકલ પુરાવા મળ્યા નહોતા અને ધમકી માટે જણાવેલ અશ્લીલ વીડિયો પણ મળ્યા નહોતા.જોકે, દિલ્હી પોલીસે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકી
પીડિતાએ જણાવ્યું કે, આરોપીના સતત લગ્નના વાયદા અને અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકીને કારણે તેણે અમુક સમય સુધી સંબંધ ચાલુ રાખ્યા. પાછળથી, આરોપીએ એમ કહીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો કે તેનો પરિવાર રૂઢિચુસ્ત છે અને આંતરજાતીય લગ્નને મંજૂરી આપતો નથી, જ્યારે પીડિતા બીજી જાતિની છે.આરોપી જાણતો હતો કે પરિવાર સ્વીકારશે નહીં આ મામલે હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, આરોપીને શરૂઆતથી જ પીડિતાની જાતિ વિશે જાણ હતી.
જ્યારે તેણે પછીથી જાતિના તફાવતને નકારનું કારણ લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ જ ગણાઈ : દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલોબનાવ્યું, તો તે સ્પષ્ટ થઈ ગયું કે તેને શરૂઆતથી જ આ અવરોધનો ખ્યાલ હતો. આથી, લગ્ન કરવાનો તેનો ઈરાદો ભ્રામક હતો, કારણ કે તે જાણતો હતો કે તેનો પરિવાર આ લગ્નને સ્વીકારશે નહીં.અદાલતે એ પણ કહ્યું કે, આવા કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરવામાં થતો વિલંબ ઘણીવાર ધમકી, ડર અને સામાજિક કલંકને કારણે હોય છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં
