રાજકોટમાં ‘વૃંદાવન’: આવતીકાલે 22 કિ.મી.લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળશે, ઓપરેશન સિંદૂરની ઝાંખી શોભાયાત્રામાં થશે
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 39 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 40મી શોભાયાત્રાની માહિતી આપતા પરેશભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા એ જણાવ્યું કે, આ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ના 61મુ વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય ત્યારે, કૃષ્ણના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યાપી રહ્યો છે. તા. 16ને શનિવારે રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિન જન્માષ્ટમી પ્રસંગે સવારે 7:30 કલાકે મવડી ચોકડી ખાતે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજશે. ધર્મસભાના મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશ્વિનભાઈ પટેલ પ્રસંગિક ઉદબોધન કરશે. આલાપભાઈ બારાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ સ્ટેજ વ્યવસ્થા સમિતિના રાજુભાઈ જુંજા જણાવે છે.

મવડી ચોકડીથી વિધિવત્ પ્રારંભ થનાર આ ભવ્ય શોભાયાત્રા, પોતાના પરંપરાગત 22 કિમીના માર્ગ ઉપરથી શહેરના મુખ્ય માર્ગો પર વિહાર કરશે અને સમાપન બોલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે થશે. આ શોભાયાત્રામાં સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ મહિલા મંડળો ધૂન મંડળો દ્વારા ટ્રક, ટ્રેક્ટર, છોટા હાથી તથા થ્રી-વ્હીલર વાહનોમાં કૃષ્ણ તેમજ વિવિધ કૃતિઓ સુશોભિત વિવિધ થીમ આધારિત ફ્લોટ્સ બનાવીને જોડાશે ત્યારે આ શોભાયાત્રા નું સુંદર અને અદભુત દૃશ્યાવલોકન થશે. સાથે જ, સુવર્ણ અવસર રૂપે ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દિવ્ય દર્શનનો પાવન લાભ પણ ભક્તોને પ્રાપ્ત થશે.
શોભાયાત્રા બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે સમાપન થશે. ટ્રેક્ટર, થ્રી વ્હીલરમાં વિવિધ ફ્લોટ્સ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો ભક્તોને લાભ મળશે તેમજ આ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં સુશોભિત અશ્વસ્વારો તાલસૂરની ઢબે મનોહર નૃત્ય પ્રસ્તુત કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે.
આ પણ વાંચો : હવે ડેમ, નદી, તળાવ કાંઠે સેલ્ફી લેશો કે રીલ બનાવશો તો દંડાશો : રાજકોટ જિલ્લામાં સેલ્ફી-રીલની મનાઈ ફરમાવતા અધિક જિલ્લા કલેકટર
બજરંગ દળના નિડર સ્વયંસેવકો, દુર્ગાવાહિનીની શૂરવીર બહેનો તથા પોલીસ કમિશનરના સુદઢ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરની જામ્બાજ પોલીસ દળ સમગ્ર પરંપરાગત રૂટ પર ચાંપતી નજર રાખશે. તેના માટે સુરક્ષા સમિતિના ધનરાજ રાઘાણી, કિશનભાઈ સેલાર, હર્ષભાઈ મુથ્રેજા, અલ્પેશભાઈ મોરાણીયા, દિનેશભાઈ ચારણીયા, શિવ પંડ્યા, લલિતભાઈ ગોહેલ, મહેંદ્રભાઈ મકવાણા યોગદાન આપી રહ્યા છે. દર્શન ઝાખીનો_ લહાવો લેવા પરિવાર સાથે પધારવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહામંત્રી પરેશભાઈ રૂપારેલીયા તથા કાર્યાલય મંત્રી દિલિપભાઈ દવે, ધનરાજ રાઘાણી, રાજુભાઈ ઉમરાણીયા, અરૂણભાઈ નિર્મળ-મીડિયા ઈન્ચાર્જ, મનિષ વડેરિયા-મીડિયા સહ ઈન્ચાર્જ, વિનય કારિયા-મીડિયા સહ ઈન્ચાર્જએ-અનુરોધ કરેલ છે.
શોભાયાત્રાનો રુટ
મવડી ચોકડીથી શોભાયાત્રા શરુ થઈને નાના મોવા ચોકડી-કેકેવી હોલ-રૈયા ચોકડી-કનૈયા ચોક-હનુમાન મઢી કિશાનપરા ચોક-અકિલા ચોક-ફુલછાબ ચોક-સદર બઝાર-હરિહર ચોક-પંચનાથ મંદીર-લિમડા ચોક ચોક-ત્રિકોણ બાગ-માલવિયા ચોક-લોધાવડ ચોક-ગોંડલ રોડ-મક્કમ ચોક-નાગરિક બેંક ચોક-ભક્તી નગર ચોક-સોરઠીયા વાડી ચોક-કેવડા વાડી રોડ-કેનાલ રોડ-જિલ્લા ગાર્ડન ચોક-ચુનારવાડ ચોક ભાવનગર રોડ-સંત કબીર રોડ-જલગંગા ચોક-ગોવિદબાગ મૈન રોડ-પેડક રોડ-બાલક હાનુમાન મંદીરે સમાપ્ત થશે. આ રુટ ઉપર અસંખ્ય સેવાભાવિ ક્રુષ્ણ ભક્તો ઠેક ઠેકાણે ડીજે સાઉંડ, ઠંડા પીણા, ફુલ હારથી શોભાયાત્રનુ સ્વાગત સન્માન કરશે, બાળ ક્રુષ્ણની પુજા આરતી કરશે તથા લાખો લોકો બાળ ક્રુષ્ણના દર્શન અને ઝાખી કરશે.
શોભાયાત્રામાં કેસરિયા સાફાની તેજસ્વી ઝલક
રંગીલા હનુમાન મંડળના સ્વયંસેવકો કેસરિયા સાફા ધારણ કરેલા ૫૧ ઉત્સાહી યુવાનો પોતાના દમદાર બાઇક કાફલા સાથે શોભાયાત્રાની આગવી શાન અને રાષ્ટ્રભક્તિનો ઉન્માદ વધારશે. કેસરિયા સાફાની તેજસ્વી ઝલક અને કાનુડાની જય જય કારના ગર્જતા નાદ સાથે શહેરના માર્ગો પર પસાર થશે.
ધર્મ સભામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો સંબોધશે
મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી (ગુરૂકુલ – રાજકોટ), પરમાત્માનંદજી – આર્ષ વિદ્યામંદિર (મુંજકા), રાધારમણ સ્વામી કોઠારી- સ્વામિનારાયણ મંદિર (ભુપેનદ્ર રોડ), કોઠારી સ્વામી – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અપૂર્વમુની સ્વામી – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ત્યાગ વલ્લભ સ્વામી – યોગી ધામ, ધર્મવત્સલ સ્વામી એસજીવીપી-રીબડા, વિવેક સાગર સ્વામી- બાલાજી હનુમાન, ભક્તિપ્રસાદ સ્વામી-ખીરસરા ગુરૂકુલ, ગૌકરણદાસજી – ચિત્રકુટધામ રામજીમંદિર, રામલખનદાસજી – કામનાથ મંદિર, ત્યાગી મનમોહનદાસજી -જગન્નાથ મંદિર (નાનામોવા), ભગવાનદાસજી – રામ ઝરૂખા મંદિર (કોઠારીયા નાકા), રાઘવદાસજી – દાધા હનુમાન, નરસિહદાસજી – કોટવાલજી, યતી બ્રહ્મદેવજી મહારાજ – ગુરૂદ્દત ગીરનારી આશ્રમ (કુવાડવા), બાલંભરાદેવીજી – ગુરૂત ગીરનારી આશ્રમ (કુવાડવા), સંત રાજેન્દ્રદાસજી સાહેબ – કબીર આશ્રમ, 1008 મહામંડલેશ્રર રાઘવદાસજી – રામલક્ષ્મણ આશ્રમ, નિસ્વાદસ્વામી-એસએમવીએસ માધાપર, ગૌ.108 શ્રી અક્ષયકુમાર મહોદય – શ્રી કૃષ્ણાશ્રય હવેલી સહિત સંતો-મહંતો હાજર રહેશે.
રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી
વજુભાઇ વાળા – પૂર્વ રાજયપાલ (કર્ણાટક), પરષોતમભાઈ રૂપાલા – સાંસદ, રામભાઈ મોકરીયા રાજયસભાના સભ્ય (સાંસદ), ભાનુબેન બાબરીયા – ધારાસભ્ય (કેબીનેટ મંત્રી), નયનાબેન પેઢડીયા-મેયર, રમેશભાઈ ટીલાળા – ધારાસભ્ય, ઉદયભાઈ કાનગડ – ધારાસભ્ય, મુકેશભાઈ શર્મા, દર્શિતાબેન શાહ – ધારાસભ્ય, ગોવિદભાઈ પટેલ – પૂર્વ રાજય મંત્રી, ભરતભાઇ બોઘરા – ભાજપ પ્રદેશ, ઉપપ્રમુખ, ગૌરવભાઈ અગ્રવાત, રાજકુમાર ગજ્જર, દિલીપભાઈ શર્મા, મુકેશભાઈ શર્મા સહિત અનેક લોકો શોભાયાત્રામા ઉપસ્થિત રહેશે.
