આજથી રાજકોટમાં પોલીસ ઉઘાડા માથે નહીં મળે! ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત, નહીં તો દંડાશે
રાજકોટ શહેરવાસીઓ માટે હજુ એકાદ માસ તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત બનાવાશે. જો કે પહેલાં ઘરેથી જ શરૂઆતની માફક પોલીસ કર્મચારીઓ માટે આવતીકાલે રક્ષાબંધનથી જ પોલીસ ભાઈઓ-બહેનો માટે ટ્રાફિક શાખાના મહિલા ડીસીપી પૂજા યાદવે હેલ્મેટ ફરજિયાત કરી છે. રાજકોટ શહેર પોલીસ માટે હવે તા.8-8થી હેલ્મેટ ફરજિયાતના કરાયેલા ફરમાનમાં 2500 જેટલા પોલીસ કર્મચારીઓ, 650 જેટલા હોમગાર્ડ તથા 750 જેટલા ટીઆરબી સહિતનાનો સમાવેશ થશે. ટૂ-વ્હિલર લઈને નીકળનારા પોલીસ કર્મીઓએ કાલે શનિવારે ઉઘાડા માથે નીકળશે તો દંડાશે.

અત્યાર સુધી તો ચાલ્યું પરંતુ પોલીસ કર્મીઓએ કાલથી હેલ્મેટ પહેરવી પડશે. કારણ કે હવે તો સાહેબનું ફરમાન થયું છે. હાલમાં પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવાગમન કરતા પોલીસ સ્ટાફ માટે તો હેલ્મેટ ફરજિયાત હતી અને ન પહેરેલાઓને સ્થળ પર હાજર શુલ્ક વસુલી કે મેમો અપાયેલા છે. હવે દરેક પોલીસ મથકો, શાખાઓના કર્મચારીઓએ કાલથી ઉઘાડા માથે નીકળી નહીં શકે. તેઓએ પણ માથું ઢાંકવું (હેલ્મેટ પહેરવું) પડશે.
પોલીસ જ પોલીસને દંડશે? સાદા કપડામાં કેવી રીતે ઓળખાશે?
હવે હેલ્મેટ પોલીસ માટે કાલથી ફરજિયાત થઈ જતાં અત્યાર સુધી તો બધું ચાલ્યું પણ હવે પોલીસ જ પોલીસને દંડશે ? એવું થશે. કારણ કે હેલ્મેટ નહીં પહેરેલી હોય તો ચેકિંગમાં રહેલા અધિકારીઓ કે સ્ટાફ જ આવા ઉઘાડા માથાધારી પોલીસ કર્મી ઓને મેમો આપશે કે રોકડ શુલ્ક વસુલશે.
આ પણ વાંચો : શૌર્યનું સિંદૂર લોકમેળો ! રાજકોટના લોકમેળાન નામ ફાઇનલ, જાણો 2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ વિશે
પોલીસ મથકોના દરવાજે પણ ટ્રાફિક પોલીસ કે ટીમ ગોઠવાશે. રસ્તા પર કે આવા પોઈન્ટ્સ પર ચેકિંગમાં રહેલી ટીમો જો ટૂ-વ્હિલર સવારે ખાખી ડ્રેસ પહેરેલો હોય અને હેલ્મેટ ન હોય તો ઓળખી શકાય કે પોલીસ છે. જો ડ્રેસ વિના સાદા પહેરવેશમાં નીકળશે તો ઓળખવા મુશ્કેલ રહેશે. કમસેકમ આવા પોલીસ કર્મીઓ ધ્યાને ન પડે તો સામાન્ય જન માનીને પોલીસને પણ હેલ્મેટમાંથી એકાદ મહિનો સુધી આડકતરી મક્તિ મળી શકશે.
