OTT Release : ફેસ્ટિવલ વિકેન્ડમાં OTT પર મળશે જબરદસ્ત Entertainment, આ ફિલ્મો અને વેબ સિરીઝ થશે રિલીઝ
હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે આ વખતે એક તો વિકેન્ડ છે ઉપરાંત રક્ષાબંધનનો તહેવાર છે.ત્યારે OTT પર ફિલ્મ અને વેબસીરીઝની રાહ જોનારા લોકોને મળશે ડબલ ધમાલ. વિકેન્ડ પાર OTT પર રિલીઝ થતી નવી સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઇ ચાલો જાણીયે શું છે ખાસ
‘Wednesday 2’

આ સિરીઝ 06 ઓગસ્ટના રોજ Netflix પર રિલીઝ થઈ છે. હોરર કોમેડી સિરીઝની પહેલી સીઝન દર્શકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. બીજી સીઝન બે ભાગમાં રિલીઝ થઈ રહી છે. પહેલો ભાગ 06 ઓગસ્ટના રોજ આવ્યો છે, બીજો ભાગ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.
મિકી 17, માયાસભા: ધ રાઇઝ ઓફ ટાઇટન્સ

આ બોંગ જૂન હો દ્વારા નિર્દેશિત સાયન્સ ફિક્શન બ્લેક કોમેડી ફિલ્મ છે. તે એડવર્ડ એશ્ટનની 2022 ની નવલકથા મિકી 7 પર આધારિત છે. ‘મિકી 17’ 07 ઓગસ્ટના રોજ જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ઉપરાંત, તેલુગુ ભાષાની રાજકીય નાટક વેબ શ્રેણી ‘માયાસભા: ધ રાઇઝ ઓફ ટાઇટન્સ’ પણ 07 ઓગસ્ટના રોજ સોની લિવ પર રિલીઝ થઈ હતી.
સાલાકર

આ અઠવાડિયાની OTT રિલીઝમાં, ‘સાલાકર’ સૌથી વધુ ચર્ચામાં રહી છે. તે ભારત-પાકિસ્તાનની થીમ પર આધારિત એક જાસૂસી થ્રિલર છે. મુકેશ ઋષિ, નવીન કસ્તુરિયા અને મૌની રોય તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ફારુક કબીર દ્વારા કરવામાં આવ્યું છે. ‘સાલાકર’ 08 ઓગસ્ટથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
અરબીયા કદલી

સત્યદેવ અને આનંદી અભિનીત આ તેલુગુ શ્રેણી માછીમારોની સ્ટોરી પર આધારિત છે જે આકસ્મિક રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે છે અને વિદેશી જેલમાં ફસાઈ જાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં દ્રઢતા અને આશાને પકડી રાખવાની પ્રેરણા આપતી આ શ્રેણીમાં, નાસેર, રઘુ બાબુ જેવા અનુભવી સ્ટાર્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. તે 08 ઓગસ્ટના રોજ પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
સ્ટોલન: હેઇસ્ટ ઓફ ધ સેન્ચ્યુરી અને મામન

આ અઠવાડિયાની OTT યાદીમાં ‘સ્ટોલન: હેઇસ્ટ ઓફ ધ સેન્ચ્યુરી’નો વિકલ્પ પણ છે. તે આજથી, શુક્રવાર 08 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ફેમિલી ડ્રામા ‘મામન’નો વિકલ્પ પણ છે, જેની સ્ટોરી હૃદયસ્પર્શી છે. તે 08 ઓગસ્ટથી ZEE5 પર જોઈ શકાશે. આ ઉપરાંત, તમિલ રોમેન્ટિક ડ્રામા ‘ઓહો અંતન બેબી’ 8 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
