રાજકોટના લોકમેળામાં દરરોજ વપરાશે 1000 કિલોવોટ વીજળી : સમિતિએ મેળામાં ઝળહળાટ માટે માંગ્યા 22 કનેક્શન
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ભાતીગળ લોકમેળાને ઝળહળતો કરવા લોકમેળા સમિતિ દ્વારા પીજીવીસીએલ પાસથી 10 કિલો વોટ અને 90 કિલોવોટના અલગ -અલગ 22 કનેક્શન માંગવામાં આવ્યા છે.પાંચ દિવસ સુધી ચાલનાર મેળામાં દૈનિક 1000 કિલોવોટથી વધુ વીજળીનો વપરાશ થશે. નોંધનીય છે કે, પીજીવીસીએલ દ્વારા રેસકોર્સ મેદાનમાં મેળા, જાહેરસભા, નવરાત્રી સહિતના આયોજન થતા હોય અહીં 28 ટીસી કાયમી માટે ફિટ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલમાં તડાકો બોલ્યો : વધુ 75 ધંધાર્થીઓ મેદાને આવ્યા
રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળાની તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા મેળા માટે પીજીવીસીએલ તંત્ર પાસે કુલ 22 કનેક્શન માંગવામાં આવ્યા છે જેમાં 10 કિલોવોટના 6 તેમજ 90 કિલોવોટનાં 16 કનેક્શન માંગવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રેસકોર્સ મેદાનમાં નવરાત્રી, સભા, તેમજ મેળા સહિતના આયોજન થતા હોય અહીં પીજીવીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ સાથે 28 ટીસી ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી લોકમેળા માટેના 22 કનેક્શન આપવામાં આવશે.
આ પણ વાંચો : સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખપદેથી હવે આપશે રાજીનામુ : આ મહિનાના અંત સુધીમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચા
વધુમાં લોકમેળામાં નિરંતર વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે લોકમેળાના દિવસો દરમિયાન 2 જુનિયર ઈજનેર અને 12 લાઈનસ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે જેમાં એક શિફ્ટમાં એક જુનિયર ઈજનેર અને 6 લાઈન સ્ટાફ સવારથી મોડીરાત્રી સુધી બે શિફ્ટમાં કામગીરી કરશે.ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં તમામ સ્ટોલ પ્લોટ માટે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ કરી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.
