‘મને ખબર છે કે મારે મોટી કિંમત ચૂકવવી પડશે, પણ…’ ટ્રમ્પના ટેરિફ હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફને હથિયાર બનાવીને વિશ્વ સામે પડકારો ફેંકી રહ્યા છે અને તેમના આ તોફાનના ભાગ રૂપે જ બુધવારે ટ્રમ્પે ભારતને ફરીવાર મોટો ઝટકો આપી દીધો હતો અને વધારાનો 25% ટેરીફ ભારત પર લગાવવાની જાહેરાત કરી દીધી હતી. રશિયાથી ઓઇલ ખરીદવા બદલ ટ્રમ્પે વધારાના 25%ની જાહેરાત કરી છે અને આમ ભારત પર હવે કુલ 50% ટેરીફનું ભારણ લાદી દેવામાં આવ્યું છે. ત્યારે અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ અમારી ટોચની પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે તેમને આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને તેઓ તેના માટે તૈયાર છે…”
આ પણ વાંચો : ટ્રમ્પનું ફરી ગયું! ભારત પર ટેરિફ બમણો કર્યો : આજથી 25% ટેરિફ લાગુ, એક્સ્ટ્રા 25% ટેરિફ 27 ઓગસ્ટથી થશે લાગુ
ખેડૂતોનું હિત અમારા માટે સર્વોપરી છે – પીએમ મોદી
વડાપ્રધાનએ કહ્યું, ‘આપણા ખેડૂતોનું હિત આપણા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે વ્યક્તિગત રીતે મારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. પરંતુ હું તેના માટે તૈયાર છું. આજે ભારત મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે.’
#WATCH प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा, ' हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों, पशु पालकों और मछुआरे भाई-बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। मैं जानता हूं कि व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी। लेकिन मैं इसके लिए… pic.twitter.com/U6EKKIDrfU
— ANI_HindiNews (@AHindinews) August 7, 2025
આ પણ વાંચો : બેન્ક ખાતેદારના મૃત્યુ બાદ પરિવારને સરળતાથી મળશે રકમ : રિઝર્વ બેન્કે આમ આદમીને આપી ત્રણ રાહતો
નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સોયાબીન, સરસવ અને મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “અમારા માટે, ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં અને હું જાણું છું કે વ્યક્તિગત રીતે મને આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ હું તેના માટે તૈયાર છું. આજે ભારત મારા દેશના ખેડૂતો માટે, મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે.”
આ પણ વાંચો : હવે સમુદ્રમાં પણ ભારત લીડર બનશે : લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બીલ પાસ,જાણો શું થશે બદલાવ, કોને થશે ફાયદો
પીએમ મોદીએ કહ્યું કે અમે આ લક્ષ્યો પર સતત કામ કરી રહ્યા છીએ – ખેડૂતોની આવક વધારવી, ખેતી પર ખર્ચ ઘટાડવો, આવકના નવા સ્ત્રોત બનાવવા. અમારી સરકારે ખેડૂતોની શક્તિને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. તેથી, પાછલા વર્ષોમાં બનાવવામાં આવેલી નીતિઓથી માત્ર મદદ જ નહીં પરંતુ ખેડૂતોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ થયો છે. પીએમ સન્માન નિધિ તરફથી મળેલી સહાયથી નાના ખેડૂતોને આત્મવિશ્વાસ મળ્યો છે. પીએમ પાક વીમા યોજનાથી ખેડૂતોને જોખમથી રક્ષણ મળ્યું છે.
પીએમ કૃષિ સિંચાઈ યોજના દ્વારા સિંચાઈ સંબંધિત સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. નાના ખેડૂતોની સંગઠિત શક્તિમાં વધારો થયો છે. સહકારી અને સ્વ-સહાય જૂથોને નાણાકીય મદદ કરવાથી ગ્રામીણ અર્થતંત્રને મદદ મળી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ખાદ્ય પ્રક્રિયા એકમો અને સંગ્રહને વેગ આપ્યો છે.
ટ્રમ્પના 50 ટકા ટેરિફની શું અસર થશે?
અમેરિકાના આ પગલાની ભારત પર વ્યાપક અસર થવાની શક્યતા છે. 50 ટકા ટેરિફ કાપડ, દરિયાઈ ઉત્પાદનો અને ચામડાની નિકાસ જેવા ક્ષેત્રો પર ખરાબ અસર કરે તેવી શક્યતા છે. આ ટેરિફથી જે ક્ષેત્રોને નુકસાન થશે તેમાં કાપડ/કપડા, રત્નો અને ઝવેરાત, ઝીંગા, ચામડું અને ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો, વીજળી અને યાંત્રિક મશીનરીનો સમાવેશ થાય છે. નિકાસકારોના મતે, આ પગલાંથી ભારતની અમેરિકામાં થતી 86 અબજ ડોલરની નિકાસ પર ગંભીર અસર પડશે.
આ ટેરિફ કોના પર લાગુ થશે નહીં?
આ ટેરિફ દવાઓ, ઉર્જા ઉત્પાદનો (ક્રૂડ ઓઇલ, રિફાઇન્ડ ઇંધણ, કુદરતી ગેસ, કોલસો અને વીજળી), મહત્વપૂર્ણ ખનિજો અને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સની વિશાળ શ્રેણી પર લાગુ થશે નહીં.
ભારત સિવાય, કયા દેશો પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવે છે?
અમેરિકાએ જે દેશોમાં ટેરિફ લાદ્યો છે તેમાં સૌથી વધુ ભારત અને બ્રાઝિલ છે. હા, ભારત અને બ્રાઝિલ 50 ટકા ટેરિફ ધરાવતા દેશોની શ્રેણીમાં છે. અમેરિકાએ મ્યાનમાર પર 40 ટકા, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા, ઈન્ડોનેશિયા પર 32 ટકા, ચીન અને શ્રીલંકા પર 30 ટકા, મલેશિયા પર 25 ટકા, ફિલિપાઈન્સ અને વિયેતનામ પર 20 ટકા ટેરિફ લાદ્યો છે.
ડોનાલ્ડના ટેરિફ પછી ભારત હવે શું કરશે?
અમેરિકાનો પહેલો 25 ટકા ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થશે અને વધારાનો 25 ટકા ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે. આવી સ્થિતિમાં, ભારત પાસે હજુ પણ વિકલ્પો પર વિચાર કરવાનો સમય છે. ભારત હવે અમેરિકા સાથે વેપાર સોદા પર વાટાઘાટો કરી શકે છે અને આ ટેરિફ ઘટાડી શકે છે. 21 દિવસના સમયમાં, ભારત અને અમેરિકા એકબીજા સાથે વાટાઘાટો કરી શકે છે અને મધ્યમ માર્ગ શોધી શકે છે. ગમે તે હોય, ટ્રમ્પનું આ પગલું ભારત પર દબાણ લાવવાનું છે. બીજો વિકલ્પ એ હશે કે ભારત આ ટેરિફને વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOમાં પડકારે. ત્રીજો વિકલ્પ એ હશે કે ભારત હવે રશિયા અને ચીન સાથે હાથ મિલાવીને પોતાની ત્રિપુટીને મજબૂત બનાવે. ભારતે રશિયા સાથે નવી રણનીતિ બનાવવી પડશે જેથી ટ્રમ્પના ટેરિફનો જવાબ આપી શકાય. શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલ શોધવો.
